વિશ્વ
Trending

‘ભારતીય વિદ્યાર્થીનીનાં મોત પર હસનારા પોલીસકર્મીને નહીં છોડે ભારત’ અમેરિકા સામે ભારતે ઊઠાવ્યો મુદ્દો

Jaahnavi Kandula death : સિએટલ પોલીસ વિભાગના એક અધિકારી છોકરીના મૃત્યુ પર હસતા અને મજાક કરતા સંભળાય છે. પોતાના સિનિયરને આ મામલાની માહિતી આપતાં તે છોકરીના 'જીવનની કિંમત' વિશે વાત કરી રહ્યો છે.

Jaahnavi Kandula Road Accident in USA Death : અમેરિકાના સિએટલ પોલીસ ઓફિસરનો નિર્દય ચહેરો સામે આવ્યો છે. અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરીમાં એક ભારતીય યુવતીનું પોલીસની ગાડી સાથે ટક્કર થવાથી મોત થયું હતું. હવે આ મામલાને લગતો એક વીડિયો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મામલો જાન્યુઆરી મહિનાનો છે. ત્યારે 23 વર્ષીય કંદુલા રોડ ક્રોસ કરતી વખતે કારે અથડાઈ હતી. તે સમયે કાર ચલાવી રહેલા અધિકારી કેવિન ડેવની સ્પીડ 120 કિમી પ્રતિ કલાકની હતી. કંદુલા અમેરિકાના સિએટલમાં નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં માસ્ટર સ્ટુડન્ટ હતી. હાલમાં જ પોલીસે જાહેર કરેલા એક વીડિયો ફૂટેજમાં અન્ય એક પોલીસકર્મી આ ઘટનાની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે.

ભારતીય યુવતીના મોત પર અમેરિકન પોલીસની મજાક
સામે આવેલ એ વિડીયોમાં જોઈ શકાય છે કે સિએટલ પોલીસ વિભાગના એક અધિકારી છોકરીના મૃત્યુ પર હસતા અને મજાક કરતા સંભળાય છે. પોતાના સિનિયરને આ મામલાની માહિતી આપતાં તે છોકરીના ‘જીવનની કિંમત’ વિશે વાત કરી રહ્યો છે. કહે છે કે તે કોઈ ખાસ વ્યક્તિ નથી. આ સમગ્ર ઘટના તેના બોડી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે સિએટલ પોલીસે આ કેસમાં આરોપી અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

વીડિયોમાં શુ છે?

રિપોર્ટ અનુસાર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં માત્ર ઓર્ડરરનો અવાજ જ સંભળાય છે. મળતી માહિતી મુજબ, ડેનિયલ ઓર્ડરર સિએટલ પોલીસ ઓફિસર્સ ગિલ્ડના પ્રમુખ માઈક સોલન સાથે વાત કરી રહ્યો છે. જ્હાન્વી કંડુલાના મૃત્યુની માહિતી આપતાં ઓર્ડરરે કહ્યું, ‘તે મરી ગઈ છે’ અને આ પછી તરત જ ઓર્ડરરનાં હાસ્યનો અવાજ સંભળાય છે. આગળ ઓર્ડરરે કંડુલા વિશે કહ્યું, ‘ના, તે એક સામાન્ય માણસ છે’. વીડિયોના અંતમાં પણ જોરથી હાસ્યનો અવાજ આવે છે. અગાઉ ઓર્ડરરે કહ્યું હતું કે,”હા, ફક્ત એક ચેક લખો $11,000. આમ પણ તે તે 26 વર્ષની હતી. તેના જીવનની કિંમત મર્યાદિત છે.”

આ વ્યવહાર ખુબ જ પરેશાન કરનાર : ભારતના કોન્સ્યુલેટ જનરલ
સાન ફ્રાન્સ્કિોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ માર્ગ અકસ્માતમાં કુંડલાના મૃત્યુ પર જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો તેને ખુબ જ પરેશાન કરનાર ગણાવ્યુ હતું. તેમણે સોશ્યલ મીડિયા X(ટ્વિટર)પર લખ્યું હતું કે આ દુ:ખદ મામલાને અમે સિએટલ અને વોશિંગ્ટન સ્ટેટના સ્થાનિક અધિકારીઓ તેમજ વોશિંગ્ટન ડીસીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંડોવાયેલા લોકો સામે સંપૂર્ણ તપાસ અને કાર્યવાહી માટે ભારપૂર્વક ઉઠાવ્યો છે.

આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે
સોમવારે પોલીસે એક વિડિયો બહાર પાડ્યો જેમાં અધિકારી ડેનિયલ ઓર્ડરરને 23 જાન્યુઆરીએ મૃત્યુ પામેલા વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના અકસ્માતની તપાસ અંગે ચર્ચા કરતા સાંભળી શકાય છે. ઓર્ડરરના સહયોગી અધિકારી કેવિન ડેવની પોલીસ પેટ્રોલિંગ કારથી મોત થયું હતું. 23 વર્ષની જ્હાન્વીએ ‘નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી’ના ‘સિએટલ’ કેમ્પસમાં અભ્યાસ કર્યો હતો.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા