ગાંધીનગર(Gandhinagar) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ(Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા(Harshad Ribadiya)એ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આજે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષને હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. ચૂંટણી પહેલા હર્ષદ રિબડિયા(Harshad Ribadiya)એ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. આજે બપોરે ભારતીય જનતા પાર્ટી(BJP)માં સામેલ થવાની અટકળો પણ શરૂ થઈ હતી. હજુ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામા આપી શકે છે.
વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને સોંપ્યું રાજીનામું
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓની નારાજગી સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર(Visavadar) મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે ગરબે રમવા સૌ કોઈને અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સાથે ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓ પણ જનતા વચ્ચે રહેવાનો કોઈ મોકો ખોવા નથી માંગતા. ત્યારે વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપના નેતા સાથે વિસાવદરમાં ગરબે રમતા જોવા મળ્યા હતા. પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમતા જોઈ અટકળોને વેગ મળ્યો હતો.
હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતાં
વિસાવદર(Visavadar) બેઠકના ધારાસભ્યએ આજે રાજીનામુ આપી દીધું છે. આ એ જ ખેડૂત નેતા છે કે જેઓ વિધાનસભામાં હળ લઇને આવ્યાં હતાં ધારાસભ્ય હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતાં. વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું આજે પડતાં ગુજરાતની રાજનિતિમાં ગરમાવો આવ્યો છે. થોડા દિવસ ભાજપ નેતા સાથે ગરબા ગાતા જોવા મળ્યાં હતાં.
સૌરાષ્ટ્રના સૌથી મોટા નેતા
ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડતાં વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. ખેડૂતોના મુદ્દાઓ સારી રીતે ઉઠાવતા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટા નેતાએ કોંગ્રેસી નેતાએ રાજીનામું ઘરી દીધું છે.
કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે: હર્ષદ રિબડિયા
હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપુ છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ.
કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં વધુ એક સીટ ગુમાવી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 5 બેઠક માંથી 4 બેઠક કોંગ્રેસને મળી હતી. ત્યારબાદ માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ભળી ગયા હતા ત્યારબાદ હવે વધુ એક સીટ કોંગ્રેસે ગુમાવી છે.
ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કલતક 24 ન્યૂઝ સાથે વાત કરતાં કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસને તોડવાનો આરોપ લગાવ્યો હતો, અને ચેતવણીના સૂરમાં કહ્યું કે કતલખાનામાં જતા પહેલા અટકો- કોંગ્રેસના પ્રવક્તા લલિત કગથરાએ સિદ્ધાંતની વાત કરવાવાળી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.
કોંગ્રેસ સાથે રીબડિયાની સફર
- 1995 માં વિસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા
- 2007 વિસાવદર ધારાસભા ની સીટ પર થી પ્રથમવાર ચૂંટણી લડ્યા અને હાર્યા
- 2007 માં રીબડીયાની ભાજપ ના કનું ભલાળા સામે 4300 મતે હાર થઈ
- 2014 માં ફરી ભાજપ ના ઉમેદવાર ભરત પટેલ ની સામે 10,000 મતે જીત મેળવી
- 2017 માં ફરી કોંગ્રેસ માં થી વિસાવદર વિધાનસભા બેઠક માં ભાજપ ના કિરીટ પટેલ ની સામે 23,000 મતે જીત મેળવી
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp