April 16, 2024
KalTak 24 News
ગુજરાતપોલિટિક્સ

કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

congress mla

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 11 ટર્મથી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ ધરાવતા મોહનસિંહ રાઠવાએ આખરે ભાજપમાં જોડાઇ ગયા હતા. પોતાના દિકરા રાજેન્દ્ર રાઠવા અને રણજીત રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા. રણજીત રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. સહકારી ક્ષેત્રમાં રણજીત રાઠવાનો દબદબો માનવામાં આવે છે.

મોહનસિંહ રાઠવા 50 વર્ષની રાજનીતિનો અનુભવ ધરાવે છે. તેઓએ 51 માં વર્ષે ભાજપમાં કેસરિયા કર્યા હતા. મોહનસિંહે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ પાર્ટી લાંબા સમયથી સારૂ કામ કરી રહી છે. પીએમ મોદી વિશે મને ખુબ જ આદર છે. મારૂ ભગવાનની મુર્તિ આપીને સ્વાગત કરવામાં આવ્યું તે મોટી વાત છે. મારી લાગણી લાંબા સમયથી હતી પરંતુ આજે મે પગલું ભર્યું હતું.

કેસરિયો ધારણ કર્યા બાદ શું કહે છે મોહનસિંહ રાઠવા?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુરના MLA અને મોટા આદિવાસી નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કર્યો છે. કેસરિયો ધારણ કર્યા બાદ રાઠવાએ કહ્યું કે, આજે આપ સૌને મળવાનો અને જગ્યા જોવાનો મોકો મળ્યો એ મારું સદભાગ્ય છે. આટલા વર્ષોથી ભાવ અને પ્રેમથી કોંગ્રેસના તમામ આગેવાનો સાથે કામ કર્યું છે.

જોકે, હવે તમને લાગશે કે આટલા વર્ષે મોહનસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ ગયા તે પ્રશ્નો તમારા બધાના દિલોમાં છે. સમય-સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ ! તેમણે આગળ કહ્યું કે, આજના પ્રસંગને જીવનનું સદભાગ્ય સમજુ છું. તેમણે કહ્યું કે, દિલીપભાઈ સંઘાણીને કારણે મને આ તક મળી છે. હું દિલથી દિલીપભાઈનો આભાર માનું છું. આગામી દિવસોમાં વિકાસના કામોની લાણી ખૂબ સારી થાય તેવી ભાવના મારા દિલમાં હંમેશા રહી છે. તેમણે આગળ કહ્યું કે, મોદી સાહેબ ઉપર વિશ્વાસ મુકીને મારી લાગણીથી હું જોડાયો છું. મારે કોઈ પાર્ટી જોડે અણબનાવ નથી. કોઇની પાસે મારો વિરોધ પણ નથી. પણ મારી એક લાગણી થઇ કે હવે આટલા વર્ષો સુધી આ પાર્ટીમાં રહ્યા હવે ભાજપ જોડે જઇને, તાજેતરમાં જે સમગ્ર આદિવાસીઓ વિસ્તારમાં યોજનાઓ જાહેર થઇ તે યોજનાઓ સારી રીતે પ્રગતિ થાય અને તમામને તેનો લાભ મળે તે માટે હું જોડાયો છું.

સુખરામસિંહને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે હાઈકમાન્ડ જે કહેશે તે હું કરીશ. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. લોકો ઇચ્છતા હશે કે હું ના લડું, તો હું લડીશ નહિ જ. તો મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે આમાં બધાને ચૂંટણી લડવાનો હક છે. જેમ સંગ્રામને હક છે, તેવી જ રીતે મારા પુત્ર રાજેન્દ્રસિંહને પણ હક છે.

મારા પુત્રને ભાજપ 100 ટકા ટિકિટ આપશેઃ મોહનસિંહ

વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળવાના પ્રશ્ન પર મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, “મને કોંગ્રેસે ના પાડી નથી કે તમને ટિકિટ આપવાની નથી. પણ તે પહેલાં જ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મારી ઉંમર થઈ છે એટલે મારા દિકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી છે કે, આપણે ભાજપમાં જોડાઈએ. ભાજપ વાળા તો 100 ટકા અમને ટિકિટ આપવાના જ છે. મારે ટિકિટ નથી જોઈતી.” આમ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલાં જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતની સરસાઈથી હરાવ્યાં હતા. ભાજપના જશુભાઈ રાઠવાને 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

સુરતના સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા અંકિતા મુલાણીએ અન્ય લોકોથી પ્રેરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્યું રક્તદાન.

Sanskar Sojitra

શહીદ વીર મહિપાલસિંહ વાળાનાં પરિવારજનોને એક કરોડ રૂપિયા કરાયા અર્પણ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચેક આપવા પહોંચ્યા હતા ઘરે ..

KalTak24 News Team

સુરત/ ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ ચલાવનાર યુવક પર હુમલો, માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કર્યો લોહી લુહાણ

KalTak24 News Team