જ્યોતિષ

આજનું રાશિફળ : આ રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતા,જાણો તમારો દિવસ કેવો રહેશે

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 05 october 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે. દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે કાલનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

મેષ રાશિ
શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક જળવાય. આવક અંગે નવી તકો પ્રાપ્‍ત થાય. પરિવારમાં શાંતિ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના.

વૃષભ રાશિ
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. ગેસ ટ્રબલ તથા પેટની તકલીફ રહે.

મિથુન રાશિ
સ્વભાવમાં જીદ્દીપણાનો અનુભવ થાય. દીલ દુભાય એવા પ્રસંગો બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.

કર્ક રાશિ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે.

સિંહ રાશિ
શરદી-ખાંસી-તાવની સમસ્યાનો સામનો કરવો પડે. માથાની ઈજાથી સાવધાની જરૂરી. ખોટા વિચારોને કારણે ડિપ્રેશનમાં ન અવાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ.

કન્યા રાશિ
સંતાન સુખમાં વૃદ્ધિ. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. જુના મિત્રોની મુલાકાત શક્ય બને તથા એમના તરફથી સહકાર મળતો જણાય.

તુલા રાશિ
નવા વાહન, મિલકતની ખરીદી શક્ય બને. માતાની તબિયત સારી રહે. માતૃસુખમાં વધારો થાય. નોકરિયાતને બઢતીના યોગ, ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ટ્રાવેલિંગ, ઠંડાપીણાના ધંધામાં વિશેષ ફાયદો.

વૃશ્ચિક રાશિ
પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સાથે મતભેદ ટાળવા.

ધન રાશિ
ઉત્તમ વિચારની પ્રાપ્તિ થાય. સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવકનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. બહેનોને ગર્ભાશય સંબંધી સમસ્યાથી સાવધાની જરૂરી.

મકર રાશિ
દૃઢ મનોબળનો અનુભવ થાય છતાં થોડી ઉદાસીનતા વર્તાય. વૈવાહિક જીવનમાં અશાંતિના પ્રસંગો બને. ધંધામાં સાવધાનીથી કાર્ય કરવું. પડવા-વાગવાથી સાચવવું. આંખની કાળજી રાખવી.

કુંભ રાશિ
નાણાંની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નાણાં ઉધાર લેવા કે આપવા નહીં. આવક સામાન્ય રહેશે. ખોટા ખર્ચ ટાળવા. સંતાન સાથે લાગણીશીલતા વધે. મિત્રોથી સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.

મીન રાશિ
આત્મવિશ્વાસ સાથે ગુસ્સાનો અનુભવ થાય. નવા મિત્રોની ઓળખાણ થાય. તથા તેમનો સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button