
સુરત(Surat): નવરાત્રીના પાવન પર્વ નિમિતે તમામ ભક્તો મા અંબે(Maa Ambe)ની ભક્તિમાં ભાર વિભોર બન્યા છે. ત્યારે આજે આઠમાં નોરતે નિવેધ પણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઠમમાં માતાજીની આરતી(Aarti)નું વિશેષ મહત્વ છે, ત્યારે આજે આઠમના દિવસે ઉમિયાધામ મંદિર(Umiyadham Mandir)માં મહાઆરતી કરવામાં આવી હતી.
મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ શકી નહોતી. પરંતુ આ વર્ષે ધૂમધામપૂર્વક નવરાત્રિ(Navaratri) ઉજવાઈ રહી છે. ત્યારે સુરત(Surat)ના ઉમિયાધામ મંદિર(Umiyadham Mandir) ખાતે 40 હજાર જેટલા દીવડાઓની મહાઆરતી(Maha Aarti)થી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
ઉમિયા મંદિરમાં 40 હજાર દીવડાની યોજાઈ મહાઆરતી
ગઈકાલે આઠમના આઠમા નોરતે સવારથી જ તમામ માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિરો ‘જય માતાજી’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. તમામ મંદિરોમાં આઠમને લઈને મહાપૂજા, મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે. ત્યારે સુરતના વરાછા(Varachha) વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર(Umiyadham Mandir)માં પણ મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે અહીં અતિ ભવ્યથી ભવ્ય મહાઆરતી(Maha Aarti) કરવામાં આવે છે. હજારો લોકો અહીં આવે છે અને મહાઆરતીનો લાભ લે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફરી એ જ ઉત્સાહ સાથે મહાઆરતી(Maha Aarti) થઈ હતી. જેમાં એકસાથે 40 હજાર લોકોએ દીવડા સાથે મા અંબાની મહાઆરતી કરી હતી.
જુઓ વિડિયો:ઉમિયાધામમાં ઝગમગ દીવડાઓનો અદભુત નજારો કેમેરા માં કેદ
ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને સાદાઈથી મહાઆરતી(Maha Aarti)નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ભવ્યાતિભવ્ય રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે 40 હજાર દીવડાઓની મહાઆરતી શરૂ થતાં અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો.
દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. એકસાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હતી. હાલમાં અહીં નવરાત્રિ પર્વને લઈને અદભુત લાઈટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને અહીં આહલાદક દ્રશ્યો જોવા મળ્યો હતો.
મહાઆરતી શરૂ થતા જ ગ્રાઉન્ડની તમામ લાઈટો બંધ કરી દેવાઈ હતી
ઉમિયાધામ મંદિર(Umiyadham Mandir)ની મહાઆરતી ખૂબ જ લોકપ્રિય અને એક આકર્ષણનું માધ્યમ બને છે. આ આરતીનો લાભ લેવા દૂરથી લોકો આવે છે. શહેરના મહાનુભાવો આવતા હોય છે. આ વર્ષની આરતી માટે સુરતના સાંસદ ,ગુજરાત રાજ્ય ગૃહમંત્રી , સ્થાનિક ધારાસભ્યો, સુરતના મેયર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જુદા જુદા સમાજના આગેવાનો અને દૂર દૂરથી ઉમિયાધામ મંદિર(Umiyadham Mandir)ની આ મહાઆરતીનો લાભ લેવા શહેરીજનો અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી દે છે.
એક અંદાજ મુજબ અહીં 40 હજાર જેટલા લોકો આ મહાઆરતી કરી હતી. મા અંબાની મહાઆરતી શરૂ થતાની સાથે જ મંદિર પરિસર અને ગ્રાઉન્ડની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. જેથી મંદિર પરિસર માત્ર દીવડાઓથી ઝગમગી ઊઠ્યું હતું. આકાશમાં તારાઓ ટમટમતા હોય તેમ મા અંબાની આરતી માટે 40 હજાર જેટલા દીવડાઓ સાથે મંદિર પરિસર જગમગી ઊઠ્યું હતું.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp