April 8, 2025
KalTak 24 News
Gujarat

રાધનપુર નજીક ટાયર ફાટતાં જીપ ટ્રકમાં ઘૂસી જતાં 6ના મોત,જીપના ફુરચેફુરચાં ઉડી ગયા

Accident:પાટણ (Patan)ના રાધનપુર (Radhanpur) વારાહી હાઈવે પર ટાયર ફાટતાં જીત ટ્રકમાં ઘૂસી ગઇ હતી. ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યાં હતાં જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો એકઠાં થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઈવે પર મોટી પીપળી પાસેથી રાજસ્થાનના મજૂરો લઇને એક જીપ પસાર થઇ રહી હતી. જે દરમિયાન જીપનું ટાયર ફાટતા જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો: સુરતના જાગૃત યુવાન દ્વારા પોતાના જીવનના સાત મંગળફેરા સંગ સમાજને સપ્તપદીના 7 વચન-વાંચો અનોખી પ્રેરણારૂપી કંકોત્રી

આ ભયાનક અકસ્માતમાં 6ના મોત નીપજ્યા હતા જ્યારે 10ને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિકોએ વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મૃતદેહોને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તથા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: World Radio Day : અમરેલીના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે ‘રેડિયો મ્યુઝિયમ’, 200થી વધુ દુર્લભ રેડિયોનું કલેક્શન

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

બનાસકાંઠા/ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટ્યો, ટ્રેક્ટર અને રીક્ષા દટાયા,ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર

KalTak24 News Team

CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: કેબિનેટ બેઠકમાં મંત્રીઓ-અધિકારીઓના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

KalTak24 News Team

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે, રૂ.117 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

KalTak24 News Team