Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટના સ્થળેથી અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હોઈ શકે છે.
કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આરટીઓ સર્કલ ખાતે આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. દરમિયાન સૌથી ઉંચી જગ્યા પર મુકવામાં આવેલ એક ગટર તૂટી ગયું હતું. જેના કારણે પુલનો મોટો ભાગ તૂટીને નીચે પડી ગયો હતો.બનાવમાં એક ટ્રેક્ટર અને રિક્ષા દટાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
#WATCH गुजरात के पालनपुर में निर्माणाधीन पुल का एक हिस्सा गिर गया।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/f2zyqQ3P36
— ANI_HindiNews (@AHindinews) October 23, 2023
બનાવની જાણ થતાં જ લોકો એકઠાં થઇ ગયા હતા અને બ્રિજનો કાટમાળ દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટના અંગે પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે.
વહિવટી અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગ સહિતના અધિકારીઓ સ્લેબ તૂટવાને લઈ સ્થળ પર પહોંચવા માટે રવાના થયા હતા. મીડિયાને જિલ્લા ક્લેકટરે બતાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસ માટે વિગતો એકઠી કરવામાં આવી રહી છે. ક્ષતિ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ મામલાની ગંભીરતાને ધ્યાન પર રાખી મુખ્યમંત્રી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવતા ગાંધીનગરથી ઈજનેરોની એક ટીમ પાલનપુર તપાસ માટે રવાના થઈ ચૂકી છે. જે તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે.
જાન્યુઆરીમાં થવાનું હતું લોકાર્પણઃ MLA અનિકેત ઠાકર
બ્રિજના સ્લેબ ધરાશાયી થવાના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ બ્રિજ જાન્યુઆરીમાં ચાલું થવાનો હતો એ પહેલા જ પાંચ જેટલા સ્લેબ ધરાશાયી થયા છે. આ બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, હું પાલનપુર જઈ રહ્યો છું.
સળગતા સવાલ?
– કોન્ટ્રાક્ટર વિરુદ્ધ થશે કાર્યવાહી ?
– ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી?
– કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું?
– પુલ તૂટવા મુદ્દે થશે કાયદેસરની તપાસ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube