ગુજરાત
Trending

CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: કેબિનેટ બેઠકમાં મંત્રીઓ-અધિકારીઓના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર: તાજેતરમાં જ ભૂપેન્દ્ર પટેલ(Bhupendrabhai Patel) સરકાર દ્વારા સચિવાલયમાં મંત્રીઓને મળવા માટે આવનારા મુલાકાતીઓને મોબાઈલ(Mobile) સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે કેબિનેટ મંત્રી(Cabinet minister)ઓ અને અધિકારીઓ માટે પણ આ પ્રકારનો આકરો નિર્ણય લીધો છે. જેમાં કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવો સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને સાથે ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે.

કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાઇ છે. જેમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે. મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે. જો કે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા. હવે મુખ્યમંત્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં સચિવ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ ભાગ લેવા આવતા હોય છે. તમામ અધિકારીઓએ ચુસ્તપણે આ નિયમનું પાલન કરવાની મુખ્ય સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે

અગાઉ મુલાકાતીઓને ફોન બહાર મૂકવા સૂચના અપાઈ હતી
ખાસ કરીને સોમવાર અને મંગળવારે લોકો મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ ફોન સાથે લઈને મંત્રીની ઓફિસમાં મળવા માટે જઈ શકતા હતા. પરંતુ હવે તેમને ફોન બહાર મૂકવા માટે કહેવાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં મંત્રી સાથેની મુલાકાત દરમિયાન કોઈ વાતચીતનું રેકોર્ડિંગ ન કરી લે કે ફોટો કે વીડિયો ન પાડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કેબિનેટ બેઠકમાં મંત્રીઓ પણ મોબાઈલ ઉપયોગ નહીં કરી શકે
કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબીનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત મંત્રીઓ ચાલી કેબિનેટ બેઠકમાં મોબાઈલ ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

મોબાઈલના ઉપયોગને લઈને ત્રણ નિયમ બનાવવામાં આવ્યા
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટ બનતાની સાથે જ મોબાઇલને લઈને કુલ ત્રણ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સોમવાર અને મંગળવાર મંત્રીઓને મળવા આવનાર મુલાકાતી મોબાઈલ લઈને મંત્રીઓને મળી નહિ શકે, બીજો નિયમ અધિકારી માટે બનાવવામાં આવ્યો છે કે, કેબિનેટમાં ભાગ લેનાર અધિકારી મોબાઈલનો ઉપયોગ નહિ કરી શકે, ત્રીજો નિયમ મંત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે કે, મોબાઈલ લઈને મંત્રીઓ પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે.

 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button