November 22, 2024
KalTak 24 News
Gujarat

સુરત/વર્ષ-2024માં બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો,ઘરઆંગણે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય,બ્રેઈનડેડ મહિલાએ અંગોના દાન થકી 6 લોકોને નવજીવન..,VIDEO

Organ Donation in Surat: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખવા લાગ્યું છે.સુરતમાં વર્ષ-2024માં બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પાસોદરા રહેતા રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને તેમના પત્ની હંસાબેનને અકસ્માતમાં ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત હંસાબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા જીનવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી સુથાર સમાજના અગ્રણીઓ અને સોંડાગર પરિવારના સભ્યોએ હંસાબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવા છતા હંસાબેનના બન્ને હાથ, હૃદય, બન્ને કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યુ છે. આ અંગોના દાન થકી છ વ્યક્તિને નવ જીવન બક્ષ્યું છે.

અકસ્માતનો ભોગ બનતા ICUમાં દાખલ કર્યા હતા

મુળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ટીંબલા ગામના વતની અને હાલમાં સુરતના પાસોદરા ઓપેરા રોયલ ખાતે રમેશભાઈ પુનાભાઈ સોંડાગર પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની હંસાબેન, બે દીકરા અને એક દીકરી છે. સુરતમાં સુથાર કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઈ પુનાભાઈ સોંડાગર તથા તેમના પત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર પોતાની ભત્રીજીના લગ્નપ્રસંગનાં પૂર્વ આયોજનમાંથી પારિવારિક કામકાજ પૂર્ણ કરી ગત 7 ફેબ્રુઆરીએ વરાછાથી ખોલવડ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાસોદરા પાટિયા ચારરસ્તા પર પુરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારતા આ દંપતી ખૂબ ગંભીર રીતે ઘવાયું હતું. ઘટના સ્થળે લોકોએ ઈમરજન્સી 108ને કોલ કરતા તેમના મારફતે પી.પી.સવાણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરવામા આવ્યા હતા.

WhatsApp Image 2024 02 10 at 18.53.38 0e4bcb2e

સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કર્યા

રમેશભાઈ ગંભીર ઈજાઓ થયેલી હોઈ જેથી એ સારવાર હેઠળ છે. પરંતુ હંસાબેનની સ્થિતિ અતિ ગંભીર હોઈ તાત્કાલિક ધોરણે સારવાર શરુ કરવામા આવી હતી. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાથી યોગ્ય સારવાર કરવા છતા રિકવરી નહી આવતા વિશેષ રીપોર્ટની તપાસ કરતા ફરજ પરના તબીબ ડો. જે.આર.ઠેસિયા, ડો. હિતેષ ચિત્રોડા, ડો. નિરવ સુતરિયા, ડો. નિરવ ગોંડલિયા, ડો. અનીલ તંતી, ડો. કેતન કાનાણી દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

WhatsApp Image 2024 02 10 at 18.53.39 d0ac8e04

ઘરઆંગણે લગ્ન પ્રસંગ ને અંગદાનનો નિર્ણય લીધો

ઘરે 11 ફેબ્રુઆરીના રોજ લગ્ન પ્રસંગ હોઈ ખુશીના બદલે શોકનો માહોલ સર્જાયો હતો અને પરિવારના લોકો ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા હતા. આ સમયે અંગદાન પ્રત્યે જાગૃત હોઈ પરિવાર અંગદાન કરવાના સંકલ્પ માટે કટિબધ્ધ થયા હતા. આ સમયે તેઓએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને પરિવારના સભ્યોને એકત્ર કરી અંગદાન માટે જાગૃત કર્યા હતા. છેવટે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ હંસાબેનના પતિ રમેશભાઈ , પુત્ર દિપક તથા સમય, દીકરી દર્શના તેમજ પરિવારના મોભી ત્રિભુવનભાઈ તથા સૌ સભ્યોએ સહમતી દર્શાવી હતી.

આ પણ વાંચો: સુરત/ દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના શાહ પરિવારે વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કર્યું,આંખોમાં આસું સાથે આપી વિદાય;4 વ્યક્તિને મળશે નવજીવન,VIDEO

પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન થકી આ સોંડાગર પરિવારે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય લઈને સર્વત્રસમાજને એક નવી રાહ બતાવી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોંડાગર પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને હાથ, હૃદય , બંને કિડની, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 6 લોકોને ફરી નવજીવન મળ્યું છે.

પૂરપાટ ઝડપે આવતી ગાડીએ ટકકર મારતા હોસ્પિટલમાં દાખલ

33 વર્ષીય પુરુષને મળ્યા નવા હાથ

એર એમ્બ્યુલન્સ દ્વારા બંને હાથ મુંબઇ, ગ્લોબલ હોસ્પિટલ સ્થિત 33 વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવ્યા હતા. મહાવીર હોસ્પિટલ, સુરત હૃદય મોકલવામાં આવ્યું, ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ ખાતે એક કિડની, અને ભાયલાલ અમીન હોસ્પિટલ, વડોદરા ખાતે બીજી કિડની તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક, સુરત ના ડૉ. પ્રફુલભાઈ શિરોયા દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.

સારવાર દરમિયાન રિકવરી નહી દેખાતા બ્રેઈનડેડ જાહેર કર્યા

પરિવારના સભ્યોએ અંગદાન કરવા અપીલ કરી

તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવર્સમાં પણ જુદા-જુદા 3 ગ્રીન કોરીડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજમાં સુરત ખાતે આ પ્રથમ ઘટના હોઈ સોંડાગર પરિવાર સહિત સમગ્ર સમાજ ખૂબ જ ગર્વ અનુભવે છે અને અન્ય લોકોને નવજીવન મળે એવી પ્રેરણા અને વિચાર માટે પરિવારના સભ્યોએ અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે લોકોને અંગદાન અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી.

WhatsApp Image 2024 02 10 at 18.53.39 03e8eb2d

 

Group 69

 

 

Related posts

રાજકોટ/ ખોડલધામ કાગવડમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક થઈ ઉજવણી;મા ખોડલને કરાયો વિશેષ શણગાર..

KalTak24 News Team

રાજકોટ/ ગોંડલમાં BAPSના વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દિક્ષા;દીક્ષાર્થીઓમાં 2 ડૉકટર અને 11 એન્જીનીયરનો સમાવેશ

KalTak24 News Team

Ahmedabad Flower Show: આજથી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024નો પ્રારંભ, આ તારીખ સુધી નિહાળી શકાશે, જાણો શું રહેશે ટિકિટ દર

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..