KalTak 24 News
ગુજરાત

Ahmedabad Flower Show: આજથી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024નો પ્રારંભ, આ તારીખ સુધી નિહાળી શકાશે, જાણો શું રહેશે ટિકિટ દર

Flower Show 2024 Starts Today
  • રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની શરૂઆત
  • 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો
  • સોમથી શુક્ર 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા ટિકીટ

Ahmedabad Flower Show 2024: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો 2024નો આજથી 15 જાન્યુઆરી સુધી પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો પ્રારંભ કરવાશે. અમદાવાદવાસીઓને ફ્લાવર શોમાં વૈવિધ્યસભર ફૂલો નિહાળવા મળશે. 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઉભું કરાશે, ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર આકર્ષણ બનશે. તેમજ ગેટને વડનગરના તોરણ જેવો આકાર આપવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે યોજવામાં આવતા આ ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉભા કરવામાં આવે છે.

ફ્લાવર શોના આકર્ષણ
ફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ, 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લીલીયમ, 15 લાખથી વધુ ફૂલછોડના રોપા, 30થી વધુ એક્ઝોટીક, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગીયાની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણ થીમ, સાત ઘોડાની પ્રતિકૃતિ સહિતના આકર્ષણો મુલાકાતીઓ નિહાળી શકશે.શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત રહેશે.

શું છે ટિકીટના દર?
ફ્લાવર શો મુલાકાતીઓ માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ઇસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો ફરજિયાતપણે કોમ્બો ટિકીટ લેવી પડશે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર શોની ટિકીટ લેવી જરૂરી રહેશે. આ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન મુલાકાતીઓએ રૂ.80નો ટિકીટ દર ચૂકવવાનો રહેશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ 105 રૂપિયા ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

એ જ રીતે વેસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો માત્ર ફ્લાવર શોની જ ટિકીટ લેવી પડશે. આ માટે મુકાલાતીઓએ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 50 ટિકીટનો દર ચૂકવવાનો રહેશે, જ્યારે શનિવાર અને રવિવારના રોજ મુલાકાતીઓની સંખ્યામાં વધુ હોવાથી રૂ 75 ટિકીટ દર નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ફ્લાવર શોમાં કોણ-કોણ રહ્યા ઉપસ્થિત

આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

 

Group 69

 

 

Related posts

વિશ્વ માતૃભાષા દિવસે સુરત માં યોજાયું “ક” એટલે કાગળ, કલમ અને કવિતા કાર્યક્રમ.

Sanskar Sojitra

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

KalTak24 News Team

BREAKING: સુરતમાં દુષ્કર્મ આચરી દોઢ વર્ષની બાળકીની હત્યાનો કેસ, નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી-11 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા ફેંસલો

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા