November 21, 2024
KalTak 24 News
GujaratPolitics

NCP નેતા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કરી સગાઈ,ફેસબુક પર ફોટાઓ શેર કર્યા

NCP

ગુજરાત(Gujarat) : NCP નેતા રેશ્મા પટેલે(Reshma Patel) ગોંડલના ચિંતન સોજીત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે તેમને ફેસબુક(Facebook) પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે રિંગ સેરેમની(Ring ceremony)ના ફોટો અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે.ત્યારે હાલ રેશ્મા પટેલ(Reshma Patel) ગોંડલ અથવા માણાવદર(Manavadar) બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કોણ છે રેશ્મા પટેલ?
NCP નેતા રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવેલ વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. જોકે, તેમણે જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. આ ઉપરાંત એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. જોકે, 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા(Patidar) તરીકે ઉભરી આવ્યા હતા અને બાદમાં 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણની શરૂઆત કરી છે.

reshma patel b 1666786136

માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું.
રેશ્મા પટેલ(Reshma Patel) નું નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશ્મા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો.

ત્યારબાદ અપક્ષમાંથી વર્ષ 2019 લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. જોકે, ત્યારે પછી NCPમાં જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું. ત્યારે હાલ રેશ્મા પટેલ ગોંડલ અથવા માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે.

જુઓ ફોટાઓ:

reshma patel a 1666784584

May be an image of 2 people, people sitting and indoor

May be an image of 2 people and people standingMay be an image of 1 person and standing

May be an image of 2 people and indoorMay be an image of 2 people and indoorMay be an image of 2 people and indoor

May be an image of 2 people and indoor

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

લગ્નનું આ આમંત્રણ સાયબર ફ્રોડથી બચાવશે: સુરતના કપલની અનોખી કંકોત્રી; સંબંધીઓને સાયબર ફ્રોડ અને ટ્રાફિકની ટિપ્સ સાથે ઠગાઈથી બચાવશે; શું કરવું કંકોત્રીમાંથી જાણી શકાશે?

KalTak24 News Team

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત;એરબસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

KalTak24 News Team

જામનગર/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની કરી સમીક્ષા

KalTak24 News Team