સાવરકુંડલામાં છેલ્લા 7 દાયકાથી દિવાળીની રાત્રીએ અનોખી ઈંગોરીયાની લડાઇ જામે છે. ઇંગોરીયાનું યુદ્ધ જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવે છે. અહીંના યુવાનો દિપાવલી પર્વને એક માસની વાર હોય તે પહેલા જ સીમ વિસ્તારમાથી ઈંગોરીયા તોડી લાવે છે. અને પછી તેના ફટાકડા બનાવીને દિવાળીની રાત્રીએ ફોડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલાના યુવાનોએ એક બીજા ઉપર સળગતા ઈંગોરીયા ફેંકીને યુદ્ધ રમતની શરૂઆત કરી હતી.
કોને કહેવાય છે ઈંગોરીયા ?
અત્રે ઉલ્લેખનીય છે કે ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને છરી વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે. અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય. જેને દીવાળીની રાત્રિએ આવા હજારો માત્રામાં તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉજવણીને પગલે કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલા સ્વરૂપે પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર રહે છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp