
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારો જાહેર
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડોદરા ખાતેથી વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કડીથી લઈને સુરતના મહુવા સુધીના ઉમેદવારો જાહેર કર્યા છે.