-
- મોડીરાત સુધી ગરબે ઘુમી શકશે ખેલૈયાઓ
- ગૃહરાજ્ય વિભાગે પોલીસને આપી મૌખિક સૂચના
- પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના
Navratri 2023: ગુજરાત સરકારની મોટી જાહેરાત, ગરબા હવે આખી રાત ચાલશે, પોલીસ નહી કરાવે બંધ. ગુજરાત સરકારના ગૃહમંત્રી દ્વારા આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા અને સૌથી વધારે ખુશીના સમાચાર આવ્યા છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્યાર સુધી 12 વાગ્યે અધિકારીક રીતે ગરબા બંધ કરવા માટેની ગાઇડલાઇન હતી.
12 વાગ્યા પછી પણ ગરબે ઘૂમી શકાશે
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ‘નવરાત્રિ મા અંબાનો તહેવાર છે. બધા સાથે મળીને ભક્તિ કરી શકે તે માટે, ગુજરાતની સંસકૃતિ દેશ અને દુનિયામાં પહોંચી છે ત્યારે નવરાત્રિમાં ગરબાની સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી શકે તે માટે વ્યવસ્થા કરાવમાં આવી છે. મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસને ખાસ સૂચના પણ આપવામાં આવી છે. ગરબે રમનાર લોકોને ખલેલ ન પહોંચે, નવરાત્રિનો આનંદ લોકો લઈ શકે તે માટેની વ્યવસ્થામાં મદદરૂપ થાય.’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘આપણે સૌ લોકો જાણીએ છીએ કે, નાની લારી હોય કે પાથરણાવાળા હોય, નાની દુકાનોવાળાઓ માટે નવરાત્રિથી લઈને દિવાળી સુધીનો સમય કમાવવા માટે મહત્વનો ગણાય છે. સામાન્ય રીતે આ દિવસોમાં વધુમાં વધુ વેપાર થાય તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. પોલીસ કોઈપણ પથારણાવાળા, નાની દુકાનોવાળાને હટાવે નહીં, બંધ ન કરાવે અને તેઓ વધુમાં વધુ સમય દુકાન ચલાવી શકે, ધંધો કરી શકે તે રીતે લો એન્ડ ઓર્ડર સાચવવા માટે પણ વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે.’
જેથી પોલીસ 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવી દેતી હતી. જો કે હવે આખી રાત ગરબા રમી શકાશે. આ અંગેની ગૃહવિભાગે રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપી દીથી છે. રાજ્યના પોલીસ વડા ઉપરાંત, શહેરોના કમિશ્નર અને જિલ્લાના તમામ SPને પણ આ અંગે મૌખીક સુચના આપી દેવામાં આવી છે. જેથી અધિકારીક રીતે આખી રાત ગરબા રમી શકાશે.
જો કે આ અંગે કેટલાક નિષ્ણાંતોનો મત છે કે, કોર્ટની ગાઇડલાઇન અનુસાર આખીરાત ગરબા ચલાવી શકાય નહી. પરંતુ સરકાર દ્વારા પોલીસને કુણુવલણ દાખવવા માટે સુચના અપાઇ છે. આ ઉપરાંત સ્પીકર ધીમા રાખીને (કોર્ટ દ્વારા નિયત કરાયેલા ઓછા ડેસિબલ પર) હોય અથવા તો માત્ર વાજીંત્રો પર ગરબા રમાતા હોય અને કોઇની ફરિયાદ ન હોય તેવી સ્થિતિમાં પોલીસને કડકાઇ ન કરવા અને કુણુ વલણ દાખવવવા સુચના અપાઇ છે. કોર્ટની ગાઇડ લાઇન હોવાના કારણે કોઇ અધિકારીક આદેશ અપાયો નથી માત્ર મૌખીક સુચના જ અપાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube