September 21, 2024
KalTak 24 News
Gujarat

Breaking News/ 14 મહિનાથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

Jaysukh Patel Jamin

Morbi Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ધટનાના આરોપી અને છેલ્લાં 14 મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળી ગયા છે. મહત્ત્વનું છે કે, હાઇકોર્ટે જયસુખ પટેલના જામીન ફગાવતા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, 136 નિર્દોષ લોકોના મોત માટે મુખ્યત્વે જવાબદાર જયસુખ પટેલે જાન્યુઆરી 2023ના અંતમાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

આ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. જો કે હોળી પહેલા જ દેશની સર્વોચ્ચ અદાલતે જયસુખ પટેલને જામીન આપી દીધા છે.

content image 39e70b3f 1575 41e4 acae 5e84ceb73bb5

જુદી જુદી કોર્ટમાં અનેક વાર કરી હતી જામીન અરજી

જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના MD હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતો. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો. આ દરમિયાન, ઝૂલતા પુલ અકસ્માતમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મહત્વની વાત એ છે કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ SITના રિપોર્ટમાં કંપનીએ ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આત્મસમર્પણ બાદ જયસુખ પટેલને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

morbi bridge collapse update

કેટલીક શરતો પર આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે 3 મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટુંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 6 આરોપીઓ મળી ચૂક્યા છે જામીન

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ કોર્ટને શરતી જામીન પર મુક્ત કર્યા છે. રાજકોટ અને મોરબીમાં તેમને ન પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.

 

Group 69

 

 

Related posts

VNSGU ની સેનેટની ચૂંટણીનો ધમધમાટ શરુ, પહેલી વાર સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે

KalTak24 News Team

૯ ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે આદિજાતિ તુર નૃત્યની પ્રસ્તુતિ

KalTak24 News Team

સુરતના મોલમાં પ્રી-નવરાત્રીનું થયું આયોજન,નાના બાળકોથી લઈ વડીલ ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા,જુઓ VIDEO

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી