સુરતના વરાછાના ધારાસભ્ય સરકાર સામે પડતાં હોવાથી સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)એ કલેક્ટરને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓના હિતની વાત કરી છે. સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા માટે રજૂઆત કરતાં લખ્યું કે, એજન્ટોના હાથે લોકો લૂંટાઈ રહ્યાં છે. સામાન્ય લોકોને મોડીરાતથી લાઈનમાં રહેવાનો વારો આવે છે. જેથી યોગ્ય કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
ટોકન પણ મર્યાદિત અપાય છે
કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં કહ્યું કે, હાલમાં ધોરણ 10-12ના પરિણામ આવ્યાં છે. વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન લેવાના હોય છે. જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકોને રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. સિમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે. જેથી બાકીના લોકો હેરાન થાય છે.
વ્યવસ્થા કરવા માગ
પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાઠગાંઠ કરી માત્ર બે કલાકની અંદર જ દાખલાઓ કાઢી આપવામાં આવે છે. દર વર્ષે ધોરણ 10 અને 12 નું પરિણામ આવ્યા પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેનો બોધ પાઠ લઈ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તે માટે યોગ્ય વૈક્લિપ વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, પત્ર લખી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. એજન્ટ પ્રથાના કારણે વાલી વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે. શાળામાંથી જ ધારાસભ્યના દાખલાના આધાર પર સોગંદનામુ લઈ આવક અને જાતિના પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. વાલીઓની અનેક ફરિયાદો મળતા SURAT જિલ્લા કલેકટરને પત્ર લખી આ રજૂઆત કરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube