Worker died when a crane collapsed: દેશમાં અને ઘણા રાજ્યોમાં બુલેટ ટ્રેન કામગીરી ખુબ જોરથી ચાલી રહી છે. તેમ જ ગુજરાત રાજ્યના ઘણા જીલ્લામાં એલ એન્ડ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. તેમાં રાજ્યના કરજણના કંબોલા નજીક એક ઘટના બની છે. જેમાં બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી.તેમાં ક્રેન તૂટતાની સાથે એક શ્રમિકનું મોત થયુ છે. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર,આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ક્રેન તૂટી પડવાની દુર્ઘટના સર્જાય હતી. આ ગભીર ઘટનામાં એક શ્રમિક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ સાથે અન્ય ત્રણ શ્રમિકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર એક ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડતા ક્રેન નીચે દબાઈ જવાથી એક શ્રમિક મોતને ભેટ્યો હતો. આ બનાવને પગલે ત્યાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને ક્રેન કેવી રીતે તૂટી તે અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ-સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળ ક્રેન મારફતે ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube