મનોરંજન
Trending

OMG 2 Trailer: ‘OMG 2’ ધમાકેદાર ટ્રેલર રીલિઝ,ભગવાન શિવનો દાસ બન્યો અક્ષય કુમાર-જુઓ VIDEO

  • ફિલ્મ ‘OMG 2’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે 
  • ફિલ્મમાં અક્ષયનું પાત્ર આ પ્રકારનું હશે
  • શિવ તરીકે નહીં પરંતુ શિવના ગણ તરીકે જોવા મળશે અક્ષય 

OMG 2 Trailer Release: ફિલ્મ ‘OMG’ સુપર-ડુપર હિટ રહી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમામ મુશ્કેલીઓ પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે.પરંતુ સેન્સર બોર્ડની સલાહ બાદ આખરે હવે ફિલ્મના ચાહકો માટે ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે.અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ ‘OMG 2’ના ટ્રેલર સાથે ધમાલ મચાવી દીધી છે.

OMG 2નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ

‘શુરુ કરો સ્વાગત કી તૈયારી, આ રહે ડમરુધારી’ સાથેનું ‘OMG 2’નું ટ્રેલર શરીરમાં એક અલગ ઊર્જા ભરી દે છે. ફિલ્મમાં અક્ષય કુમારના અવતારે લોકોના દિલ જીતી લીધા છે. આ ઉપરાંત ફિલ્મમાં ભક્ત બનેલા પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુદગલના રોલમાં છે. કાંતિ શરણ મુદગલની ભગવાનમાં શ્રદ્ધા જોઈને લોકો ‘હર હર મહાદેવ’ના નારા લગાવી રહ્યા છે.આ ફિલ્મમાં યામી ગૌતમે વકીલની ભૂમિકા ભજવી છે. ટ્રેલર જોઈને સમજાય છે કે આ વખતે ફિલ્મમાં દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

OMG 2’નું ટ્રેલર ખૂબ જ દમદાર છે

ટ્રેલરની શરૂઆતમાં ભગવાન શીવની છબી દેખાય છે અને અવાજ સંભળાય છે કે નંદી મારા ભક્ત મુશ્કેલીમાં મુકાઈ જવાના છે, કોઈ શિવગણને સાથે લઈ જાવ જે તેની રક્ષા કરી શકે. આ પછી ટ્રેલરમાં કોર્ટરૂમ સીન આવે છે જ્યાં કાંતિ શરણ મુદગલનું નામ કહેવામાં આવે છે. આ પછી જજ પૂછે છે કે આરોપી અને ફરિયાદી કોણ છે. આ પછી પંકજ ત્રિપાઠી હાથ ઊંચો કરે છે. ટ્રેલરમાં પંકજ એટલે કે કાંતિ શરણ મુદગલ ભગવાનની આસ્થામાં તલ્લીન અને પોતાની દુનિયામાં વ્યસ્ત જોવા મળે છે. તેમનો પરિવાર અને ભગવાન શિવની પૂજા તેમના જીવનમાં સર્વોપરી છે. જો કે, આ દરમિયાન તેમના પુત્ર સાથે કંઈક એવું બને છે કે તે દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોર્ટમાં પહોંચે છે.

આ મુશ્કેલ સમયમાં શિવગણ તરીકે અક્ષય કુમાર તેમની દરેક મુશ્કેલીમાં મદદ કરતા જોવા મળે છે. એકંદરે ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે. લાંબા વાળ સાથે શિવ ગણના રૂપમાં અક્ષય કુમાર તેના કપાળ પર રાખ અને ચહેરા પર સ્મિત સાથે પણ ખૂબ જ શક્તિશાળી દેખાઈ રહ્યો છે. યામી ગૌતમ પણ વકીલના રોલમાં શાનદાર લાગી રહી છે. ફિલ્મના વન લાઇનર્સ પણ ખૂબ શક્તિશાળી છે. સનાતન ધર્મને લગતા આવા ઘણા ઉપદેશ ભરેલા સંવાદો છે, જેના પર થિયેટરોમાં તાળીઓ પડવાની પૂરી આશા છે.

kApiO3oL6t100aCtkcwEhk2kqgK

અમિત રાય નિર્દેશિત ફિલ્મ ‘OMG 2’ ને સેન્સર બોર્ડ દ્વારા ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેથી આ ફિલ્મ 18 વર્ષ ઓછી વયના બાળકોન સિનેમાઘરોમાં નહીં જોઈ શકે. સેન્સર બોર્ડે ફિલ્મ મેકર્સને 25 જગ્યાએ સુધારો કરવાનું કહ્યું છે.

અક્ષય કુમારની આ ફિલ્મ OMG-2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર સની દેઓલની ‘ગદર 2’ સાથે થશે. બંને સિક્વલ ફિલ્મો છે અને તેના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ, અરુણ ગોવિલ, ગોવિંદ નામદેવ જેવા સ્ટાર્સ જોવા મળશે.

ટ્રેલર આગલા દિવસે એટલે કે 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. પરંતુ ભારતીય કલા નિર્દેશક નીતિન ચંદ્રકાંત દેસાઈના આકસ્મિક અવસાનને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. તે જ સમયે, ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ટ્રેલરની જોરશોરથી ચર્ચા થઈ રહી છે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button