ગુજરાત
Trending

Ahmedabad: હવે અમદાવાદીઓ રોંગ સાઈડ વાહન ચલાવતા પહેલા ચેતજો!- AMCએ લગાવ્યા ટાયર કીલર બમ્પ

  • રોંગ સાઈડ વાહન ચાલ્યું તો ટાયર ફાટવાનું નક્કી
  • AMC અને પોલીસે રસ્તા પર નાખ્યા ટાયર કિલર
  • ચાણકયપુરી બ્રિજનાં સર્વિસ રોડ નાખ્યા ટાયર કિલર

અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ AMC અને ટ્રાફિક પોલીસ નવા નવા પ્રયોગો કરી રહી છે. જેનાથી અકસ્માત થતા અટકાવી શકાય. સાથે સાથે શહેરમાં રુલબેકર લોકોએ હવે સાવધાન થઇ જવાનું જરૂર છે. જો તમે રોંગ સાઈડમાં કાર, બાઈક કે અન્ય કોઈ પણ વાહન લઈને જશો તો તમરુ ખીસું ખાલી થવાનું નક્કી છે. સાથે સાથે તમારી ગાડીનાં ટાયર પણ ફાટવાનુ નક્કી જ છે. રોંગ સાઈડ પરથી આવતા વાહનોના ટાયર ફાટી જાય તે પ્રકારના સંસાધનો AMC  ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્સ્ટોલ કરાઈ રહ્યા છે.

Ahmedabad: જો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ તસવીરો

મળતી માહિતી અનુસાર, હાલ AMC અને ટ્રાફિક પોલીસ  દ્વારા અમદાવાદના અનેક વિસ્તારોમાં ટાયર કિલર બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. હાલ ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર લગાવ્યા આવ્યા છે. જો આ વ્યવસ્થાને વધારે સારો પ્રતિસાદ મળે અને ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં મહત્વની સાબિત થાય તો આગામી દિવસોમાં તે અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ તે ફિટીંગ કરવામાં આવી શકે છે.

Ahmedabad: જો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ તસવીરો

અત્રે ઉલ્લેખનીય છે કે તાજતેરમાં જ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા AMC દ્વારા પણ પાર્કિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસની માફક જ AMCના અધિકારીઓ વાહનોને લોક કરવાની સત્તા મેળવી છે.

Ahmedabad: જો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ તસવીરો

અમદાવાદમાં AMCના ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા રસ્તાઓ પર સરળ ટ્રાફિક પરિવહન જળવાઇ રહે તે હેતુસર જુદી-જુદી કામગીરીઓ જેવી કે, રોડ માર્કીંગ, રોડ સાઇનેજીસ વિગેરે કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે માટે વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઈન્સ્ટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રીજનાં સર્વિસ રોડ પર હાથ ધરાયેલ છે. આવનાર સમયમાં શહેરમાં ટ્રાફીકનાં યોગ્ય પરિવહન માટે વધુ સઘન અને અસરકારક કામગીરીઓ હાથ ધરવામાં આવશે.

Ahmedabad: જો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ તસવીરો

ટાયર કિલર્સ એ એવી મેટલ સ્ટ્રિપ્સ છે જે રોડ પર લગાવવામાં આવે છે. જેના છરા એક બાજુથી ઘણાં તીક્ષ્ણ હોય છે. જે લોકો સાચી દિશામાં જ વાહન ચલાવે છે તેમને આ છરા કંઇ નુકસાન નહીં પહોંચાડે. તેમના માટે આ ટાયર કિલર્સ માત્ર એક નાનકડા બમ્પ જેવું લાગશે. પરંતુ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો માટે આ સ્પાઇક નુક્સાનકર્તા સાબિત થશે. રોંગ સાઇડના વાહનોના ટાયરમાં પંક્ચર પાડવાનું કામ કરશે આ ટાયર કિલર્સ.

 Ahmedabad: જો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ તસવીરો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button