- આખા વિશ્વને પ્રકાશ આપતો કોઈ સંપ્રદાય છે તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છેઃ સ્વામી અવધેશાનંદ ગિરીજી
- અહીંના મૂળ ઉપદેશ માણસને સેવા અને સંસ્કાર સાથે જોડીને ઉત્તમ કોટીના ચરિત્રનું નિર્માણ કરવા માટે જ છે: સ્વામી અવધેશાનંદ ગિરીજી
Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ: વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે પંચદશનામ જૂના અખાડાના આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજી પધાર્યા હતાં. જેમણે મંદિરમાં વિરાજિત દેવો સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું. આ પછી તેમનું સભા સ્થળ પર વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી અને સંતો દ્વારા સ્વાગત કરાયું હતું. આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજીએ ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે,આખા વિશ્વને પ્રકાશ આપતો કોઈ સંપ્રદાય છે તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે.
હિન્દુ ધર્મ સંસ્કૃતિ, તેના વિચાર અને પરંપરા અહીં સંરક્ષિત છે : સ્વામી અવધેશાનંદ ગિરીજી
પંચદશનામ જૂના અખાડાના આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજી જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રીલક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠાના 200 વર્ષે યોજાઈ રહેલા દ્રિશતાબ્દી મહોત્સવમાં હું આવીને અભિભૂત છું. હિન્દુ ધર્મ સંસ્કૃતિ, તેના વિચાર અને પરંપરા અહીં સંરક્ષિત છે. અહીં અન્ન, અક્ષર અને ઔષધિના કાર્યક્રમ અત્યંત ગતિમાન છે. સાધનહીન બંધુઓ માટેના હિત માટેની પ્રવૃત્તિઓ અહીં સંચાલિત છે. અહીં વૈદિક પરંપરાઓ જીવંત છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને તેની સંવેદના અહીં નિરંતર સંરક્ષિત છે.
સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની રક્ષા માટે કાર્ય કરી રહ્યો છે : સ્વામી અવધેશાનંદ ગિરીજી
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આખા વિશ્વમાં કલેશ, અશાંતિ અને ઉન્માદ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કંઈક ઉપદેશ અને સંદેશ મંદિર અને મઠમાં જ મળશે. હું આનંદિત છું કે અહીંના સંતો, ભક્તો અને ગ્રહસ્ત નીતિ-નિયમ અને મર્યાદાઓનું પાલન કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય આખા વિશ્વમાં છે. તેની શિક્ષા પદ્ધતિ અને શિક્ષાપત્રી અનુસાર લોકો જીવન જીવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની રક્ષા માટે કાર્ય કરી રહ્યો છે. અહીંના મૂળ ઉપદેશ માણસને સેવા અને સંસ્કાર સાથે જોડીને ઉત્તમ કોટીના ચરિત્રનું નિર્માણ કરવા માટે જ છે.
સ્વામિનારાયણ સંપ્રદાય છે અને આખા વિશ્વમાં સામ્ય અને સંતુલન માટે એક કારક સત્ય બનશે: સ્વામી અવધેશાનંદ ગિરીજી
અંતમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં અનેક પ્રકારના સંપ્રદાય છે, દરેક સંપ્રદાય સનાતન ધર્મના અંતર્ગત જ છે. અહીં એક વૈશિષ્ટ્ય દેખાય છે, સદાચાર અને નૈતિકતા છે. જે સમગ્ર વિશ્વને સમાધાન આપે છે. આખા વિશ્વને પ્રકાશ આપતો કોઈ સંપ્રદાય છે તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે અને આખા વિશ્વમાં સામ્ય અને સંતુલન માટે એક કારક સત્ય બનશે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube