November 21, 2024
KalTak 24 News
Lifestyle

Kali Chaudas 2024 Wishes & Quotes in Gujarati: કાળી ચૌદસના શુભ અવસરે પરિવારજનો સાથે શેર કરો આ ખાસ મેસેજ, આપો શુભકામનાઓ

Kali Chaudas Wishes in Gujarati

Kali Chaudas Wishes in Gujarati: હિંદુ કેલેન્ડર મુજબ, કાર્તિક માસની ચતુર્દશી તિથિ પર કાળી ચૌદસ (Kali Chaudas 2024) નો તહેવાર ઉજવવામાં આવે છે. જેને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદસ 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે.

આ દિવસે દસ મહાવિદ્યાઓમાંથી એક મા કાલીનું પૂજન કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી, ભક્તોને દુષ્ટ શક્તિઓ સામે લડવાની શક્તિ મળે છે અને મા કાલી તેમના ભક્તોની દુષ્ટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી, ભૂત ચતુર્દશી અને રૂપ ચૌદસ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.કાળી ચૌદસના દિવસે લોકો મા કાલીનું પૂજન કરવા ઉપરાંત એકબીજાને શુભકામના મેસેજ પણ શેર કરતા હોય છે. તમે પણ તમારા પ્રિયજનોને આ મેસેજ દ્વારા કાળી ચૌદસની પ્રેમાળ શુભેચ્છા પાઠવી શકો છો.

કાળી ચૌદસની શુભેચ્છાઓ – Kali Chaudas Wishes in Gujarati

મા કાલીના ચરણોમાં માથું નમાવીએ છીએ,
માને પ્રાર્થના કરીએ છીએ,
કાળી ચૌદસ 2024ની શુભકામનાઓ

દરેક ખુશી, તમારી પાસે માંગે ખુશી,
દરેક જીવન તમારી પાસેમાંગે જીવન,
એટલો પ્રકાશ આવે તમારા જીવનમાં,
કે દીવો પણ પ્રકાશ માંગે તમારી પાસેથી.
કાળી ચૌદસની શુભકામનાઓ

સત્ય પર વિજય મેળવીને,
કાળી ચૌદસ ઉજવો,
મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને,
દરેક મનોકામના પૂર્ણ થતી જોવો.
કાળી ચૌદસની શુભેચ્છાઓ

દીવાઓનો પ્રકાશ,
ચમકતી દુનિયા,
કાળી ચૌદસ પર તમને
મળે ખુશીઓ અપાર…
કાળી ચૌદસ 2024ની શુભેચ્છાઓ

દરેક ક્ષણે સોનેરી ફૂલો ખીલે, ક્યારેય ન થાય કાંટાનો સામનો,
જીવન તમારું ખુશીઓથી ભરેલું રહે,
કાળી ચૌદસ 2024 પર આ અમારી શુભેચ્છાઓ…!

દીવાના પ્રકાશથી બધો અંધકાર દૂર થઈ જાય…
પ્રાર્થના છે કે જે પણ ઈચ્છો તે ખુશી પ્રાપ્ત થઈ જાય
કાળી ચૌદસ 2024ની હાર્દિક શુભકામનાઓ

દુષ્ટતા પર સારાનો વિજય થાય,
સર્વત્ર તમારો વિજય થાય,
કાળી ચૌદસ ધામધૂમથી ઉજવો,
આવો મહાકાળીના ગુણગાન ગાઈએ.
કાળી ચૌદસની શુભકામના

મા આદિ શક્તિ મહાકાલી તમારા
જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
આવી માતાજીને વંદન
કાળી ચૌદસ 2024ની શુભકામનાઓ

પૂજાની થાળી ભરેલી છે, ચારે બાજુ ખુશી છે,
ચાલો સાથે મળીને ઉજવીએ આ દિવસ, આજે છોટી દિવાળી છે!
તમને અને તમારા પરિવારને
કાળી ચૌદશ 2024ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

મા આદિશક્તિ મહાકાળી,
તમારા જીવનમાં સુખ-શાંતિ,
અને સમૃદ્ધિ પ્રદાન કરે,
તમારા પર તેમના આશીર્વાદ બન્યા રહે.
કાળી ચૌદસની શુભકામના

માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા,
બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ, સાહસ અને
સફળતા ના આશીર્વાદ આપે.
આપ સૌને કાળી ચૌદસની શુભકામના…

કાળી ચૌદસ
આપ સૌ ને કાળી ચૌદશ ની શુભેચ્છા…
ઘર માં થી કકળાટ જાય…
ઘર માં સુખ – સમૃદ્ધિ વધે…
આપનો નો દિવસ શુભ રહે એવી શુભકામના…

કાળી ચૌદસ ના રોજ મહાકાલી માતા આપની સર્વે
બાધાઓ દૂર કરે અને સફળતા નું સોનેરી
સોપાન સર કરાવે તેવી શુભકામના.

આજના કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મહાકાળી માં એ
નરકાસુર રાક્ષસ નો વધ કયૉં હતો…
તેવી રીતે તમારા જીવનમાંથી પણ માતાજી દુઃખો નો નાશ કરે.
આપને અને આપના પરિવાર ને મારા અને મારા રાનેરા પરિવાર તરફથી
કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા….

કાળી ચૌદસની શુભેચ્છાઓ!
કાળી ચૌદસ એટલે અંધશ્રદ્ધા નહીં પરંતુ શ્રદ્ધાનો પર્વ.
મહાકાલી એટલે એ દેવી જે આરોગ્ય અને સુખ માટે શક્તિ આપે છે.
ખોટા કર્મો સામે લડવાં ઊર્જા આપે છે.

કાળી ચૌદશની હાર્દીક શુભકામનાઓ
આજે મા કાલી આપ સૌનાં જીવનમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરે, અનિષ્ટોનો નાશ કરે અને શક્તિ,સાહસ, અનેરી ઉર્જાનો સંચાર કરે એવી પ્રાર્થના. એક પૌરાણિક કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામનાં રાક્ષસનો વધ આજનાં દિવસે કર્યો હતો અને પ્રજાને નરકાસુરનાં ત્રાસમાંથી મુક્ત કરી હતી, એટલે કાળી ચૌદશને “નરક ચતુર્દશી” તરીકે પણ ઓળખવામાં આવે છે.🪔🧨✨

તમારા બધા દુ:ખોનોં નાશ થાય,
આ કાળી ચૌદસ થી તમારે ઘર
સુખ અને સમૃદ્ધિ, અને શાંતિ રહે.
🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔

માઁ કાળી તમને અને તમારા પરિવાર ને
હંમેશા બુરી નજરથી બચાવે
એવી શુભ કામના.
🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔

આપના સર્વ દુખોનો નાશ થાય, આ કાળી ચૌદસ પર
આપના ઘરમાં સુખ – સમૃદ્ધિ નો વાસ થાય.
✨🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ ✨🪔

 

માઁ આદિ શક્તિ મહાકાળી સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે

એવી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.✨🪔

 

 

જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ કાળીચૌદશની શુભેચ્છાઓ | કાળીચૌદશની શુભકામના | kali chaudas wishes, Quotes and sms in Guajarati language ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે… માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

 

Advertisement
Advertisement

 

 

Group 69

 

 

Related posts

ચોકલેટ દરરોજ કેમ ખાવી જોઈએ? ફાયદાઓ જાણીને તમે પણ ચોંકી જશો

KalTak24 News Team

શું તમને હોળીના રંગોથી થાય છે એલર્જી ? તો આ અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાયો..

KalTak24 News Team

શું તમારે આધારકાર્ડ નંબર નથી? તો હવે ચિંતા ન કરતા,ફૉલો કરો આ સ્ટેપ્સ અને આ રીતે કરી શકશો ડાઉનલોડ…

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..