175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત બુધવારના રોજ બપોરે 3:૩૦ કલાકે ભવ્ય નગર યાત્રા વાજતે ગાજતે ખાંભડા ગામથી નીકળી શતામૃત મહોત્સવ ગ્રાઉન્ડમાં બનાવેલાં વિશાળ સભામંડપ રંગેચંગે પહોંચી હતી. જે બાદ વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડિલ સંતો દ્વારા શતામૃત મહોત્સવ અને કથા મંડપનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત તા.૧૫-૧૧-૨૦૨૩ને બુધવારના રોજ બપોરે 3:૩૦ કલાકે ભવ્ય નગર યાત્રા વાજતે ગાજતે ખાંભડા ગામથી નીકળીને શતામૃત મહોત્સવ ગ્રાઉન્ડમાં બનાવેલાં વિશાળ સભામંડપ રંગેચંગે પહોંચી હતી. આ પછી વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડિલ સંતો દ્વારા શતામૃત મહોત્સવ અને કથા મંડપનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહત્તવનું છે કે, આ પોથીયાત્રામાં 20થી વધુ બુલેટ, 3 હાથી, તળતળીયા સાથે 100 માણસો, 2 હનુમાનજીનો આમંત્રણ રથ, એક રથમાં હનુમાનજી, 110 નાસિક ઢોલ વગાડનારા ઢોલી, 120 લોકોનું હિંમતનગરનું બેન્ડ, 30 થાર કાર, રામદરબારનો બીજો રથ, 50 લોકોનું ગોધરા બેન્ડમાં, 20 રથ, ઉજ્જૈન મંડળી, 60 લોકોનું આફ્રિકન આદીવાસી ગૃપ, લાલાજી માહારાજનો રથ, 40 જવાનો સાથેનું પોલીસ બેન્ડ, વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનો રથ, મુંબઈથી આવેલું 70 બહેનોનું મહિલા મંડળ, 60 લોકોનું રાજસ્થાની ગેર-, 45 લોકોનું ટીમલી ગ્રુપ, બહેનો, 6 ડીજે, ભાઈઓ વગેરે સાથે સાળંગપુરધામ ખાતે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું.
દાદાના દરબારમાં અને આ મહોત્સવમાં પધારી જીવનમાં ભક્તિનું ભાથું ભરોઃ હરિપ્રકાશ સ્વામી
હરિપ્રકાશ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું કે, ”આજે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામની અંદર શતામૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય પોથી અને શોભા યાત્રા નીકળી હતી. જેમાં હજારો ભક્તો ઉમટ્યા પડ્યા હતાં. શોભાયાત્રામાં રામ, લક્ષમણ, જાનકીનો રામદરબારની ઝાંખી હતી. આ ઉપરાંત આચાર્ય મહારાજશ્રી જોડાયા હતા. દરેક ભક્તો રાજી થયા હતાં. આ મહોત્સવ આજથી શરૂ થયો છે. તમામ ભક્તોને મારી વિનંતી છે કે, દાદાના દરબારમાં અને આ મહોત્સવમાં પધારી જીવનમાં ભક્તિનું ભાથું ભરો.”
મહત્વનું છે કે,દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વ્યવસ્થાપન કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શન મુજબ કરાયું હતું. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube