ગુજરાત
Trending

સુરત/ ભાઈબીજે ભગવાન સ્વામીનારાયણની પાઘડીનાં દર્શન માટે ભીડ ઉમટી,શું છે પાઘડીનો મહિમા?

Bhai Dooj 2023 : સુરતમાં સ્વામિનારાયણ ભગવાનની 194 વર્ષ જૂની પાઘડીના દર્શન માટે લાઈનો લાગી... પારસી પરિવારે જીવની જેમ સાચવી રાખી છે પાઘ

Surat News/સુરતમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવતી હોય છે પરંતુ વર્ષોથી ચાલતી આ પરંપરા આ વર્ષે કોરોના કાળના કારણે પૂર્ણ કરવામાં આવી નથી. દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન સ્વામિનારાયણની પાઘડી ભાવિ ભક્તોના દર્શન માટે મુકવામાં આવી નથી. ત્યારે સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 199 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે

સુરતના પરિવારે આ પાઘડી આજથી ૧૯૪ વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહિ પણ સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી. તે છે.199 વર્ષ પૂર્વે સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે. 

પાઘની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. જોકે સ્વામિનારાયણ ભગવાને ૧૯૪ વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે વારસમાં આવી હતી. પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી અને ત્યાંરથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે.

મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

જોકે પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે,ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે અને તેના બદલામાં આર્થીક વળતર પણ ચૂકવાની વાત કરે છે પરંતુ આ અમારા પરીવારને ભગવાન દ્વારા અમુલ્ય ભેટ આપવામાં આવી છે અને ભેટનું આર્થીક મૂલ્યાંકન ન આંકી શકાય.પાઘના દર્શન કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ,મહંતો અને ભક્તો દર્શન કરવા આવતા અમને ધન્યતાનો અનુભવ પણ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા