Accident Incident In Vadodara: વડોદરા શહેર અને જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. ગઈકાલે મોડી રાતે શહેરમાં હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું હતુ. જે બાદ આજે જિલ્લાના પોર નજીક સુરતના પરિવારની અર્ટીગા કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરા જિલ્લાના પોર નજીકથી પસાર થઈ રહેલી અર્ટીગા કાર (GJ-05-JL-0108) અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અર્ટીગા કારનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે કારમાંથી લોકોને બહાર કાઢવા માટે કરજણ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલો પરિવાર પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને સુરત પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ પ્રાથમિક વિગતો છે…હજુ સમાચાર અપડેટ થઈ રહ્યા છે..
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube