February 13, 2025
KalTak 24 News
Gujarat

શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કષ્ટભંજન દેવની રંગોળી સૌ ભક્તોની બની આકર્ષણનું કેન્દ્ર,જુઓ 3D રંગોળી

Shree Hanuman Chalisa Yuva Katha

SURAT NEWS: સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર(Mota Varachha)માં તાપી નદીના કિનારે ગજેરા ગ્રાઉન્ડ પર શ્રી હનુમાન ચાલીસા યુવા કથા(Shree Hanuman Chalisa Yuva Katha)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથા(Katha) સાંભળવા ઉમટ્યા હતા ત્યારે અહીં મેદાનમાં આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવતી રંગોળી અહીં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અલગ અલગ થીમ પર બનાવવામાં રંગોળી

શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના આયોજન અંતર્ગત વરાછા વિસ્તારમાં રહેતી આર્ટિસ્ટ સેજલ ગોયાણી અને જાનવી વસ્તરપરા એન્ડ ટીમ દ્વારા 7 દિવસ દરમિયાન અલગ અલગ થીમ પર રંગોળી(Rangoli) બનાવવામાં આવી હતી.આ રંગોળીમાં માત્ર સામાન્ય કરોઠી કલરોનો જ નહીં પરંતુ તેનો શણગાર કરવા માટે અન્ય ડેકોરેશનની વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખૂબ જ મનમોહક રંગોળી તૈયાર થતી જોવા મળી હતી.

આર્ટિસ્ટો દ્વારા બનાવેલી રંગોળી લોકોના હૃદયમાં અલગ જ સ્થાન 

7 દિવસ ચાલેલી આ કથા દરમિયાન ડેકોરેશન માટે અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પરંતુ આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી દરરોજની રંગોળી એ લોકોના હૃદયમાં અલગ જ સ્થાન મેળવ્યું હતું.

ફૂલની પેટન્ટ વાળી રંગોળી, ફૂલના મોર વાળી રંગોળીથી લઈને 51 હજાર રામ નામની પેન થી લખેલી રંગોળી બનાવેલી, કઠોળમાંથી બાળ હનુમાનની બનાવેલી રંગોળી તેમજ કષ્ટભંજન દેવ(Kashtbhanjan Dev)ની રંગોળી એ ભલભલાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૌથી અગત્યની વાત એ છે કે, મોટાભાગની રંગોળી 15 ફૂટથી મોટી બનાવવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કષ્ટભંજન દેવની રંગોળી એ લોકોનું મન મોહી લીધું હતું.

આ અંગે સંજના ગોયાણી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કષ્ટભંજન દેવની રંગોળી 16×16 ફૂટમાં તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળી 3D હતી. જેમાં ભગવાનના વાઘા પણ તૈયાર કર્યા હતા. તો તેની સાથે સાથે કેન્ડી સ્ટીક પર કલર કરીને ભગવાનના આંખ, દાંત બનાવાયા હતા. આ સિવાય ક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ભગવાનના આભૂષણો પણ એ રીતે બનાવવામાં આવ્યા હતા કે જેથી તે સાચા લાગે.

વધુ માં જાણીએ તો,રંગોળીમાં કષ્ટભંજન દેવની પૂંછડી પણ કેન્ડી સ્ટિક પર કલર કરીને તૈયાર કરવામાં આવી હતી અને સાથે વાઘામાં સફેદ કાપડ, કચ્છી ઘૂંટણના તોરણનો ઉપયોગ કરીને ખેસ પણ બનાવવામાં આવ્યો હતો સાથે જ કષ્ટભંજન દેવનો ફોટો બનાવવા માટે સાડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને લઈને આ સુંદર રંગોળી અનેક લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.

 

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય;પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલી હેતુફેર N.A. કરી અપાશે

KalTak24 News Team

અમરેલી/ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત,અમરેલીમાં દીપડાના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત,પરિવારમાં શોક

KalTak24 News Team

VIDEO: અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ સાંસદને પત્ર લખ્યો,કહ્યું લીલીયા વિસ્તારમાં ચાલતી રેતી ખનન અને દારૂનું વેચાણ બંધ કરાવવા માગ કરી, ખાણખનીજ અને પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપ

KalTak24 News Team