- ઝડપાયેલા આરોપીનું નામ હેમંત પવાર
- આરોપી 5 દિવસ પોલીસ કસ્ટડીમાં
- આંધ્રપ્રદેશના એક સાંસદનો PA હોવાનું કહેવાય છે
મુંબઈ(Mumbai) : ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ(Amit shah) તાજેતરમાં જ મુંબઈ(Mumbai) પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહ(Amit shah)ની આસપાસ એક વ્યક્તિ લાંબા સમય સુધી ફરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના એક સાંસદનો પીએ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મુંબઈ(Mumbai) પોલીસે મંગળવારે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના એક સાંસદનો પીએ છે. મુંબઈના મલબાર હિલ સ્થિત ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગૃહમંત્રી અમિત શાહ(Amit shah)ની મુલાકાત દરમિયાન તે શંકાસ્પદ રીતે ફરતો હતો.
હાથમાં ગૃહ મંત્રાલય(Ministry of Home Affairs)નું બેન્ડ પહેરેલું હતું:
આ ઘટના મંગળવારની છે. જ્યારે હેમંત પવાર નામના વ્યક્તિ ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) અને દેવેન્દ્ર ફડણવીસના સુરક્ષા વર્તુળની ખૂબ નજીક ફરતા જોવા મળ્યા હતા. હેમંત પવારની ઉંમર 32 વર્ષની છે. તેમના હાથમાં ગૃહ મંત્રાલયનું બેન્ડ પણ હતું. જો કે તેને તેઓ પહેરવા માટે અધિકૃત નહોતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ