ગુજરાત

BREAKING: અમદાવાદમાં પોલીસ પરિવારનો સામુહિક આપઘાત,પોલીસકર્મીએ ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

Ahmedabad News: શહેરમાં પોલીસ(Police) કર્મીએ પરિવાર સાથે આપઘાત કર્યાની હચમચાવનારી ઘટના સામે આવી રહી છે. વસ્ત્રાપુર(Vastrapur) પોલીસ સ્ટેશન(Police Station)માં ફરજ બજાવતા આ પોલીસકર્મીએ પત્ની અને પુત્રી સાથે 12મા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં આ સમગ્ર મામલે આપઘાત પાછળના કારણો જાણવા સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોતાના ફ્લેટમાં 12મા માળેથી કૂદ્યો પરિવાર
પ્રાપ્ત વિગતો મુજબ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એકાઉન્ટ શાખામાં કામ કરતા કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે ગોતામાં પત્ની રિદ્ધિબેન અને 3 વર્ષના બાળકી આકાંક્ષી  સાથે 12મા માળેથી પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી છે. ગોતાની Divaa હાઈટ્સમાં રહેતા પોલીસકર્મીએ મોડી રાત્રે પરિવાર સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

new project 5 1662525378

સોલા પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી
પોલીસકર્મીએ કયા કારણોથી પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી. સમગ્ર મામલે હવે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કોન્સ્ટેબલના આપઘાત પાછળના કારણો જાણવા માટે તજવીજ શરૂ કરાઈ છે.

સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.

પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની છે : 
વધુ માં જણાવીએ તો પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. તેમના પડોશમાં તેમની બહેન જ  રહે છે, કુલદીપસિંહના જમાઈ સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.

 

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button