ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ભારે વરસાદને કારણે દક્ષીણ ગુજરાતની હાલત ખરાબ થઈ રહી છે. અવિરત વરસાદના પગલે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.અહીં નદીઓના વહેણ એવા તો ધસમસી રહ્યા છે કે જાણે કે કેદારનાથ કે હિમાચલના દ્રશ્યો હોય તેવો અહેસાસ કરાવી દીધો છે.જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
જૂનાગઢના રાયજીબાગ પોશ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ કારની સાથે જ તણાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે વૃદ્ધને ખેંચાતા જોઈ ત્યાં હાજર મહિલા અન્ય લોકોને બુમો પણ પાડી રહ્યા છે. વીડિયોમાં જે રીતે આ વ્યક્તિની બુમોમાં ચિંતા જોવા મળી રહી હતી તે જોતા તણાઈ ગયેલા વૃદ્ધને તેઓ જાણતા હોવાનું સમજી શકાય છે. આ વ્યક્તિનું આગળ શું થયું તે અંગે હજુ જાણકારી મળી શકી નથી.
3 કલાકમાં 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યાં છે.
જૂનાગઢના કલેકટર ની લોકોને અપીલ
જૂનાગઢના SPની લોકોને અપીલ
જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જિલ્લા પોલીસ વડાએ લોકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી છે. ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે તેમજ જૂનાગઢ શહેરના રસ્તાઓમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં હોય તો પોલીસનો સંપર્ક કરે તેવું જણાવ્યું છે.
કાળવા નદી ગાંડીતૂર બની
જૂનાગઢમાં સાંબેલાધાર માત્ર 3 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ગિરનાર અને દાતાર પર વાદળ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે. ગિરનારમાં ભારે વરસાદથી કાળવા નદી ગાંડીતૂર બની છે. ભવનાથ અને કાળવા ચોક પાસે ભયનજક ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. શહેરના મોતીબાગ વિસ્તારમાં પણ ગંભીર સ્થિતી નિર્માણ પામી છે. કમરસમા પાણી ભરાતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે.
જૂનાગઢમાં અતિભારે વરસાદ કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે તેમજ નદીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે દામોદર કુંડ અને રોડ એક થઈ ગયા હોય તે રીતે રોડ પર પણ ડામર દર કુંડમાંથી પાણી બહાર નીકળી મોટા પ્રમાણમાં રોડ પર પાણી જોવા મળ્યું હતું. તેમજ મોતીબાગ નજીક રહેલી કેબીનો પણ પાણીમાં હતી તેવા પણ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા.