Student From Gujarat Dies In Australia: ગુજરાતની પાટીદાર દીકરીનું વિદેશની ધરતી પર ગમખ્વાર અકસ્માત (Accident)ને કારણે મોત થયું હોવાનું સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ દર્દનાક અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ (Riya Patel Australia) બે મહિના અગાઉ જ ગુજરાતથી સિડની (Sydney) માં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગઈ હતી.
મહત્વનું છે કે, ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકઠા કર્યા છે. આ ગુજરાતી દીકરી સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક દર્દનાક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. વાત કરવામાં આવે તો રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં રહે છે અને જેમના દ્વારા ફંડ એકઠું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
બે મહિના પહેલા રિયા સિડની પહોંચી હતી
વિગતો મુજબ, ગુજરાતથી સિડની અભ્યાસ કરવા માટે બે મહિના પહેલા જ ગયેલી 20 વર્ષની રિયા પટેલનો ગત 16મી એપ્રિલે અકસ્માત થયો હતો. રિયા પોતાના મિત્રો સાથે કારમાં સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો અને તેમની કાર હાઈવો પર પલટી મારી ગઈ હતી. પોલીસ મુજબ સામેથી આવતી કાર સાથે ટક્કર થતી ટાળવા ડ્રાઈવરે કારને બીજી તરફ લીધી અને તે પલટી મારી ગઈ. આ મામલે નરેલન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે.
રીયા તેના મિત્રો સાથે સિડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી
મળતી માહિતી અનુસાર, 20 વર્ષની ઉંમરની રીયા બે મહિના અગાઉ જ ગુજરાતથી સીડનીમાં અભ્યાસ કરવા આવી હતી. મહત્વનું છે કે, 16 એપ્રિલના રોજ બપોર દરમિયાન રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને વાહન વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક હ્યુમ મોટરવે પર ઊંધું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: યુવરાજસિંહના પત્નીએ તબિયત લથડી હોવાના આપ્યા સમાચાર,શું લખ્યું છે આ પત્રમાં?
અકસ્માતમાં રિયાનું મોત
પોલીસ અને પેરામેડિક્સના અનેક પ્રયાસો છતા રિયાનો જીવ બચાવી શકાયો નહીં. રિયાના પિતરાઈ ભાઈ શૈલેષ જેઓ પણ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે, તેમણે કહ્યું કે, અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે રિયાનું મોત થયું હતું. આ સામાચાર સાંભળીને ભારતમાં રિયાના માતા-પિતા આઘાતમાં છે. હાલમાં રિયાનો મૃતદેહ ભારતમાં તેના વતન મોકલવા માટે ગુજરાતી અને ભારતીય સમુદાય દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.
અકસ્માતની ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરી દેવાયા
પોલીસ અને NSW એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજાર પ્રયત્નો કાર્ય છતાં, રીયા બચી શકી ન હતી. સમગ્ર ઘટના પછી રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. દક્ષિણ બાજુના તમામ ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના કરુણ મોત
ભારતીય સમાજે ફંડ એકઠું કર્યું
આ માટે gofundme વેબસાઈટ પર રિયા પટેલ માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં સમાચાર લખવા સુધી 34,900થી વધુ ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું. શૈલેષ પટેલ મુજબ, આ ફંડ દ્વારા તે રીયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન ભરવામાં તથા તેના મૃતદેહને વતન પરત મોકલવામાં સહાય કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અચાનક આઘાતજનક સમાચાર સાંભળીને ભારતમાં રીયાના માતા-પિતા અને મિત્રોને પણ ઊંડો આઘાત લાગ્યો હતો. માતા-પિતાની વિનંતી અનુસાર ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ અને મિત્રો સાથે રીયાના મૃતદેહને ભારત પાછા મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp