ગુજરાત
Trending

રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના કરુણ મોત

Rajkot News: રાજકોટ નજીક આવેલા તરઘડી ગામ પાસે આજે સવારે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જો વાત કરવામાં આવે તો રાજકોટ-જામનગર હાઇવે(Rajkot-Jamnagar Highway) પર ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો છે.અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા.

હાલ મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, ચાર મૃતકોમાં ત્રણ લોકો રાજકોટના છે અને એક મૃતક અન્ય જગ્યાનો હોવાનું જાણવા મળ્યું છે.

rajkot jamnagar highway tractor car accident 4 death trishulnews3

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર હાઈવે પર પડઘરી નજીક એક ટ્રેક્ટર અને કાર સામ સામે આવી રહ્યા હતા.રાજકોટથી ત્રણ મિત્રો કારમાં જામનગર જઇ રહ્યાં હતા. તેમની કાર તરઘડી પાસે પહોંચી ત્યારે આગળ જતાં ટ્રેક્ટરમાં તેમની કાર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે સારવાર મળે તે પહેલાજ ત્રણેય યુવકોના મોત નીપજ્યા હતા.

rajkot jamnagar highway tractor car accident 4 death trishulnews5

લોકોના ટોળા દોડી આવ્યા
હાઈવે પર ભટકાયેલા કાર અને ટ્રેક્ટરનો અકસ્માત જોઈ ભલભલાએ શરીરમાં સુસવાટો અનુભવ્યો હતો. ક્ષણ ભરમાં અહીં મોતનો તાંડવ થયો હતો. અકસ્માત થતા આસપાસના લોકો પણ ટોળે વળગ્યા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા સ્થાનીક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું પણ ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.સ્થાનિક પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

rajkot jamnagar highway tractor car accident 4 death trishulnews6

જામનગર હાઇવે પર પડધરી નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જેના લીધે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button