પોલિટિક્સ

યુવરાજસિંહના પત્નીએ તબિયત લથડી હોવાના આપ્યા સમાચાર,શું લખ્યું છે આ પત્રમાં?

ભાવનગર(Bhavnagar) : ડમી ઉમેદવાર કાંડ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે યુવરાજસિંહ(Yuvrajsinh Jadeja )ને ભાવનગર SOG સમક્ષ હાજર થવાનું સમન્સ હતું. યુવરાજસિંહ આજે 12 વાગ્યે પોલીસ(Police) સમક્ષ હાજર થવાના હતા. આ દરમિયાન તેમના ધર્મપત્નીએ યુવરાજસિંહને લઈ મહત્વની અપડેટ(Update) આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે,વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી છે.

બિંદિયાબા એ શું કહ્યું જાણો?
યુવરાજસિંહ જાડેજાના સતત વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશન ને કારણે તબિયત અચાનક લથડી છે. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOG ને મેઈલ કરી લેખિત માં સમય માંગ્યો.

યુવરાજ સિંહે માંગ્યો 10 દિવસનો સમય
યુવરાજ સિંહના ધર્મપત્ની બિંદિયાબાએ ટ્વિટ કરી જાણકારી આપી કે યુવરાજસિંહની તબિયત લથડી છે. આ સાથે ટ્વિટમાં પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આપ સાહેબ ઘ્વારા અમોને સી.આર.પી.સી. કલમ 160 મુજબના સમન્સ તા18/4/2023 ના રોજ મોકલાવેલ અને આજરોજ તા.19/04/2023 ના રોજ કલાક 12:00 વાગ્યે ભાવનગર એસ.ઓ.જી. પી.આઈ. સાહેબની કચેરી નવાપરા ડી.એસ.પી. કચેરી ખાતે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુના નં.11198068230274/2023 ના ગુનાના કામે અમોનો જવાબ લેવા માટે થઈને સમન્સ આપવામાં આવેલ જે બાબતે અમો જણાવીએ છીએ કે,

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના કરુણ મોત

અમોને આજરોજ સવારે અચાનક તબીયત લથડતા ચક્કર આવી જતા હાલ તમો સાહેબ ઘ્વારા આપવામાં આવેલ સમય અને સ્થળે અમો આવી શકીએ તેવી શારીરીક પરિસ્થિતિ ન હોવાથી અમોને આપ સાહેબ સમક્ષ રજુઆત તેમજ જવાબ દેવા સારૂ દીવસ-10 નો સમય આપવા વિનંતી છે.

014 YUVRAJSINH

યુવરાજસિંહ પર 45 લાખ લેવાનો આક્ષેપ લાગ્યો
નોંધનીય છે કે ડમી કાંડ કૌભાંડમાં તાજેતરમાં જ યુવરાજસિંહના પૂર્વ સાથી એવા બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂ.45 લાખ લીધા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહે તમામ આરોપોને નકાર્યા હતા અને બિપિન ત્રિવેદી કોઈ રાજકીય વ્યક્તિનો હાથો બની ગયા હોવાનું કહ્યું હતું.

આમ હવે યુવરાજસિંહ આજરોજ પોલીસ સમક્ષ હાજર થશે નહીં તેવું જણાય રહ્યું છે. મહત્વની વાત છે કે યુવરાજસિંહ પર ડમીકાંડમાં કેટલાક લોકોના નામ ઉજાગર નહીં કરવા માટે તોડકાંડના આક્ષેપ લાગ્યા છે. જે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને યુવરાજસિંહનો પક્ષ જાણવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આ મામલે શું નવો ખુલાસો થાય છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button