- સુરતનાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ!
- ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
- ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી
- નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા
સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) વધુ એક લેટર ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી 5 વર્ષ માટે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રે આ સેક્ટરમાં કાર્યરત સ્વ સહાય જૂથોને સાંકળવામાં આવ્યા છે.ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી છે. ધારાસભ્યે પત્રમાં ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત કરી છે. સાથે જ નવી ટેક્સટાઈલ પોલીસી (New Textile Policy) જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.આ સાથે જ સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે પણ આવી જ પૉલિસી જાહેર કરવાની માંગ કરી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લોકમુદ્દાઓ માટે આવાજ ઉઠાવતા હોય છે. લોકોની સમસ્યાને લઈ સંબંધિત વિભાગને ધારાસભ્ય દ્વારા લખેલા પત્ર પણ ચર્ચામાં રહે છે. ત્યારે ધારાસભ્યનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો છે. વરાછાનાં (Varachha) ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી (Diamond Policy) બનાવવા ધારાસભ્યે માગ કરી છે. ધારાસભ્યે તેમના પત્રમાં મંદીને કારણે ડાયમંડ ઉદ્યોગ કપરા સમયનો સામનો કરી રહ્યો હોવાની વાત કહી છે.
ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યુ કે ભયંકર મંદીનાં કારણે ઘણા યુનિટોને બંધ કરવાની નોબત આવી છે. હીરા ઉદ્યોગમાં (Diamond Industry) કારીગરોને છૂટા કરી દેવાનું પ્રમાણ પણ વધી ગયું છે. રત્નકલાકારોને બેકારીમાં કુંટુંબનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. રત્નકલાકારોમાં રોજબરોજ આત્મહત્યાનાં કિસ્સાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આથી, ડાયમંડ પોલિસી બનાવવા ધારાસભ્યે રજૂઆત કરી છે. આ સાથે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારને નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube