December 18, 2024
KalTak 24 News
GujaratReligion

કલતક૨૪ ન્યૂઝ સ્પેશિયલ: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોને પીરસાય છે નિશુલ્ક ભોજન-પ્રસાદ,3000 લોકો કરે છે માઈક્રો મેનેજમેન્ટ

Vadtal-dwishatabdi-mahotsav-Free food and prasad are served to devotees at Vadtal Centenary Festival, 3000 people do micro management
  • દરરોજ શેરડીનો રસ 10 ટન પ્રસાદી રૂપે પીરસાય છે 
  • વહેલી સવારે 4 વાગ્યાથી ભોજનની તૈયારી શરૂ થઈ જાય‌ છે

Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ : વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીં દેશ-વિદેશના ભક્તો ઉમટી રહ્યા છે. વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતાં ભક્તો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

આજે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો બીજો દિવસ છે. અહીં લાખોની સંખ્યામાં દેશ-વિદેશના ભક્તો આવી રહ્યા છે. જેમના માટે ઉત્સવ ગ્રાઉન્ડમાં 15 વિશાળ ડોમમાં ભોજન સાત્વિક પીરસવામાં આવી રહ્યું છે. ભોજનાલયમાં 3 લાખ લોકો માટે સ્વયંસેવકો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વહેલી સવારે 4 વાગ્યાથી તમામ સ્વયંસેવકો કામે લાગી જાય છે.

હીં 15 ડોમમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં 2500-3000થી વધુ સ્વયંસેવકો સેવામાં જોતરાયા છે. લાખો લોકોની રસોઈ તૈયાર કરવા માટે 1200થી વધુ બહેને બે પાળીમાં માથે કેપ અને હાથમાં ગ્લોઝ પહેરીને શાકભાજી સુધારવાથી કરિયાણાની સાફ-સફાઈ (ચાળવું) જેવા કામની સેવા આપી રહ્યા છે.

અહીં મહોત્સવમાં આવતા લાખો લોકોની રસોઈ બનાવવા માટે 600થી વધુ રસોયા કામ કરે છે. આ ઉપરાંત 150 માણસોના સ્ટાફ ડિશોની સાફ સફાઈ કરે છે. તો ઉત્સવમાં શેરડીનો રસ દરરોજ 10 ટન પ્રસાદી રૂપે પીરસવામાં આવી રહી છે. અહીં લોકોને બે મિષ્ઠાન, ફરસાણ, દાળ-ભાત, રોટલી, બે શાક અને છાસ પીરસવામાં આવી રહ્યું છે.

લાખો લોકોની રસોઈ બનાવવા માટે અહીં દરરોજ નાસિકથી 50 ટન શાકભાજી આવે છે. જેમાં 10 હજાર કિલો દૂધી, 6 હજાર કિલો ટમેટા, 500 કિલો દાડમ, 200 કિલો વટાણા સહિતના શાકભાજી હોય છે. આ ઉપરાંત બટેકા અહીં ડીસાથી આવે છે અને શુદ્ધ ઘી અને સિંગતેલ વાપરવામાં આવે છે.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિનાની શરૂઆતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

સુરત : એસટી બસની અડફટે મોપેડ સવાર યુવાનું મોત નીપજ્યું,, જુઓ હૃદય કંપાવી નાંખે તેવા સીસીટીવી વીડિયો

KalTak24 News Team

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં સર્જાયો રેકોર્ડ,બાળકોના કિલકિલાટથી હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં