Surat News: વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રડતાં રડતાં પોલીસ કમિશનરને રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો,આથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે તેવામાં વ્યાજના ખપરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે .જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે.જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગારીયા છે ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી.
CP આગળ દુકાનમાલિક અચાનક રડવા લાગ્યા
લોક દરબારમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રોવા લાગ્યા હતા. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપ વીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી. દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો અને દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો. જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા એટલું જ નહીં દુકાને ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો.
ભાડૂઆત દુકાનમાલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો. દુકાનમાલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતાં ત્યારે તે ધમકાવતો હતો. મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ એવું કહેવામાં આવતું હતું. આ સાથે જ તમારે થાય એ કરી લેવાનું અને પોલીસમાં જાવું હોય ત્યાં જવાનું પણ કહેતા હતા. જેથી દુકાનમાલિક ખૂબ જ હેરાનપરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી ન હતી.
દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો.
વ્યાજખોરોનો ત્રાસ સતતને સતત વધી રહ્યો છે એવામાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોકદરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસ કમિશનર સાથે એસીપી, ડીસીપી અને પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ લોકદરબારમાં હાજર હોય છે. જે-તે પોલીસ મથકમાં લોકદરબાર હોય એ વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે એ માટે થઈને આ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે, જેના થકી અત્યારસુધી અનેક લોકોને પોતાની ચીજવસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગાર્યા છે.
જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી
અશોકભાઈએ જણાવ્યું હતું કે અમે સરથાણા વિસ્તારમાં રહીએ છીએ, રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છેલ્લા 10 વર્ષથી છે અને બાજુમાં અમે દુકાન લીધી હતી. તે દુકાન આજે અમને 8 મહિને પરત મળી છે. દુકાન લીધા બાદ દુકાનને ખાલી કરવા માટે 3 મહિનાની મુદત આપી હતી અને 3 મહિના બાદ અમે દુકાન માંગી હતી તો થાય એ કરી લો તેમ કહીને ના પાડી હતી. તમારે પોલીસ સ્ટેશન કે જ્યાં જવું હોય ત્યાં જાવ અને અમને ધમકાવતા હતા.
આથી અમે 2 થી 3 મહિનાથી જમી પણ શકતા ના હતા. અમે ખૂબ પરેશાન થઇ ગયા હતા. આ દરમ્યાન અમને જાણ થઇ કે, સરથાણા વિસ્તારમાં લોક દરબારનું આયોજન થયું છે. અમે તો કોઈ દિવસ પોલીસ સ્ટેશન જોયું જ નહતું અને લોકદરબારમાં જઈને રજૂઆત કરતા આજે અમને 3 દિવસમાં જ દુકાન પરત મળી ગઈ છે. હું પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube