- મેહુલ બોઘરા અને પોલીસ તરફે એફિડેવિટ
- તા 9 એ દિવસે ચુકાદો આવવાની સંભાવના
- કોર્ટે આગામી તા. 9મીએ વધુ સુનાવણી નિર્ધારિત કરી છે
વકીલ મેહુલ બોઘરા(Mehul Boghra) ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા સાજન ભરવાડ (Sajan Bharwad) ની જામીન અરજી ઉપર આજે સુનાવણી સંપન્ન થઈ હતી. આ કેસમાં બંને પક્ષે દલીલો રજૂ કરાઈ હતી. જેને અંતે કોર્ટે આગામી તા. 9મીએ વધુ સુનાવણી નિર્ધારિત કરી છે. જે દિવસે ચુકાદો આવવાની સંભાવના છે.
આ કેસમાં ફરિયાદી બોઘરા(Mehul Boghra) તરફે એફિડેવિટ રજૂ કરાઈ હતી, જેમાં અરજીનો વિરોધ કરતા જણાવાયું હતું કે, પોલીસ કે, કાયદાનો ડર નહીં હોય એ પ્રકારે હુમલો કરાયો છે અને હાલમાં પણ ફરિયાદીની સારવાર ચાલી રહી છે ત્યારે જામીન મળે તો ફરિયાદી ઉપર વધુ હુમલો થવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. સાથે જ કેસમાં અન્ય આરોપીઓ પકડાવાના બાકી હોય જામીન નહીં આપવા રજૂઆત કરાઈ હતી.
આ સાથે જ વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા સમયે પણ તેના મળતીયાઓ દ્વારા જીંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. એવામાં આરોપી ન્યાયતંત્ર પર દબાણ લાવી ખોટા કામનું ઈનામ માગતો હોય તેવું લાગે છે. કોર્ટ હવે આ જામીન અરજી અંગે 9મી સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે.
સરકારી વકીલે કોર્ટમાં કરી ધારદાર દલીલ
કોર્ટમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીને જામીન ન આપવાની અપીલ કરતા દલીલ કરી હતી કે, આરોપી ટીઆરબી(TRB) નો સુપરવાઈઝર છે અને પોલીસ સાથે સંડોવાયેલો છે. આરોપીએ નોકરીના સિદ્ધાંતો નેવે મૂકી પહેલાથી જ રિક્ષામાં દંડો રાખ્યો હતો અને હુમલો કર્યો. જે આરોપીના હત્યાના પ્રયાસની માનસિકતા છતી કરે છે. આરોપીએ પોતાના કૃત્યથી પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું છે અને વીડિયો ક્લિપ તેનો પુરાવો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર તરફે ડી.જી.પી. નયન સુખડવાલાએ પણ વકીલ ઉપર જાહેરમાં હુમલો થવાની ઘટનામાં સરળતાથી જામીન મળે તો સમાજમાં ખોટો સંદેશો જવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સાજન(Sajan Bharwad) તરફે નોંધાવાયેલી ફરિયાદ ઉપર રાજ્યની વડી અદાલતે પણ સ્ટે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે પણ એફિડેવિટ રજૂ કરી અરજીનો વિરોધ કરાયો હતો.
એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાનની ધરપકડ,સમગ્ર ઘટનાની ઉચ્ચઅધિકારીઓને સોંપાઈ તપાસ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ