December 18, 2024
KalTak 24 News
Gujarat

પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણ ની પાઘ, સુરતમાં 200 વર્ષથી થાય છે જતન;ભાઈબીજ પર પાઘડીના દર્શનાર્થે ભક્તોની ભીડ

parsi-family-put-the-turban-of-lord-swaminarayan-Bhagwan-in-public-for-darshan-on-bhaibij-has been preserved for 200 years-surat-news

Surat News: સુરત શહેરમાં રહેતા ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. વર્ષમાં એકવાર અને એ પણ ભાઈબીજના દિવસે ભગવાન સ્વામિનારાયણની દુર્લભ પાઘડી ભાવિ ભક્તોને જોવા મળતી હોય છે અને સૌથી અગત્યની વાત એ છે કે, આ પાઘડી ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં સુરતના કોટવાળ પારસી સમુદાયના અરદેશરને તેમના સામાજિક કાર્યો અને ભક્તોને આપી હતી. છેલ્લી છ પેઢીથી આ પારસી પરિવાર પાઘડીને સુરક્ષિત પોતાના ઘરે રાખે છે અને ખૂબ જ કાળજી લે છે.

ભગવાન સ્વામિનારાયણની પાઘડી દર્શન માટે ખુલ્લી મુકાઈ.

ભાઈબીજ પર પાઘડીના દર્શન માટે વ્યવસ્થા કરાઈ

સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતો પારસી પરિવાર છેલ્લી છ પેઢીથી ભગવાન સ્વામિનારાયણની પાઘડી ખૂબ જ જતનથી પોતાના ઘરે રાખે છે. વર્ષ 1824 એટલે કે વિક્રમ સંવત 1881ના રોજ જ્યારે ભગવાન સ્વામિનારાયણ સુરત પઘાર્યા હતા, ત્યારે તેઓએ સુરતના કોટવાળ અરદેશરની ભક્તિથી પ્રભાવિત થઈને તેમને પોતાની પાઘડી આપી હતી. પરિવારના સભ્યો આજે પણ આ પાઘડીને ખૂબ જ કાળજીપૂર્વક ઘરમાં મૂકે છે. અને ભાઈબીજના દિવસે જાહેર જનતા દર્શન કરી શકે આ માટે વ્યવસ્થા પણ કરે છે. પરિવાર વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આસ્થા રાખે છે.

ભગવાનના માથાની જેમ જતન

વાડિયા પરિવારે આ પાઘડી માટે પોતાના ઘરની અંદર અલાયદો રૂમ પણ બનાવ્યો છે.સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

કોણ હતાં અરદેશર?

કોટવાળ તરીકે અરદેશરે સુરતની જે અનન્ય સેવા બજાવી છે તેનો જોટો નજીકના ઇતિહાસમાં જોડવો મુશ્કેલ છે. સુરત ત્યારે માત્ર દેશનું જ નહીં, વિશ્વનું ધનાઢ્ય નગર હતું. પરિણામે અહીં ચોર-લૂંટારાનો ભારે ત્રાસ હતો. અંગ્રેજોના અમલમાં ચોર લૂંટારાનું જોર અંગ્રેજોને ઘલું સાલતું હતું. જેથી તેઓએ અરદેશરને આ ત્રાસ દૂર કરવા સત્તા આપી અને અરદેશર શહેર અને શહેરીઓની સલામતીની બાબતને પ્રાધાન્ય આપ્યું હતું. એમણે તાલીમબાજ સુરતીઓની ટોળકીઓ ઉભી કરી, હથિયાર-કુશળ પોલીસનું ખાસ દળ રચ્યું. મહોલ્લાઓમાં રાત્રે ચોકી કરવા દાંડીયાની પ્રથા શરૂ કરી. જાસુસી પ્રથાનો ઉપયોગ કરી ચોર-લૂંટારાની માહિતી મેળવીને તથા રાત્રે છૂપાવેશમાં નગરમાં ઘૂમીને જાનની બાજી લગાવીને ચોર-લૂંટારાઓનો છેડ ઉડાવી દીધો હતો.

અંગ્રેજોએ ચોર-લૂંટારૂઓનો ત્રાસ દૂર કરવા અરદેશરને સત્તા આપી હતી.

સંવત 1881ની માગશર સુદ ત્રીજે સુરતથી કોસાડ ગામ તરફ ભગવાન સ્વામિનારાયણ પ્રયાણ કરે તે પહેલાં જ મહારાજને મળવા અરદેશર તથા તેમના મોટાભાઈ પીરોજશાહ જ્યારે રૂસ્તમબાગમાં આવ્યા હતા, ત્યારે શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી સભા ભરી સંતો તથા હરિભક્તો સાથે બેઠા હતા. અરદેશરે આવીને ભગવાન સ્વામિનારાયણને પ્રણામ કરી હાથ જોડી વિનયથી કહ્યું કે, તમે તો પ્રિતી તોડીને ચાલ્યાં, જેથી હવે તમોને મળવાનો યોગ નહીં થાય, માટે મારા અંત સમયે આવી જ રીતે કૃપા કરી મને દર્શન આપજો. એટલું જ હું તમારી પાસે માગું છું. ત્યારે શ્રીજી મહારાજ ઉભા થઈને અરદેશરને બાથમાં લઇને મળ્યા અને ગુલાબનાં તારાઓથી ભરેલી પાઘ જે શ્રીજી મહારાજે પોતાના મસ્તક પર ધારણ કરી તે પોતાના હાથે ઉતારીને અરદેશરના મસ્તકે મુકી દીધી હતી, સાથે શુકનનું નાળિયેર (શ્રીફળ) પણ આપ્યું અને કહ્યું કે, હું તારી પાસે જ છું. તમારો દેહ ત્યાગ થશે તેની પહેલાં ત્રણ દિવસ હું દર્શન દઇશ તથા તમોને જ્યારે પણ કોઇ તકલીફ આવી પડે ત્યારે મને યાદ કરશો તો હું જરૂર તમારી મદદએ આવીશ.

શ્રીફળ પાઘ આપ્યા હતા

સંવંત 1881માં સુરત આવેલા સ્વામીનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં.જે આજે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. સાથે જ ભગવાને ખુદ આપેલી પાઘડી હોય દેશ પરદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા બ્લેન્ક ચેકની ઓફર પર કરે છે. પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.

પાઘડીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી.

ખાસ લાકડા અને કાચની પેઢી બનાવી

પરિવારના સભ્ય અને આ પાઘડીની કાળજી કરનાર કેરસાસ્પ વાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન આ પાઘડી અમે પોતાનાં ઘરે રાખીએ છીએ. આ માટે ખાસ લાકડા અને કાચની પેટી બનાવી છે. વર્ષમાં એકવાર આની અંદર કપૂર, લવિંગ મુકીએ છીએ જેથી તેની અંદર કોઈ જીવાંત ન પડે. સૌથી અગત્યની વાત છે કે, જે રીતે ભગવાન સ્વામિનારાયણે આ પાઘડી આપી હતી. આજે પણ તે જ અવસ્થામાં અને ક્યારેય પણ ધોવામાં આવી નથી.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરતમાં પિતાવિહોણી 300 દીકરીઓનો ધામધૂમ થી લગ્નોત્સવ સંપન્ન, 1.38 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો

Sanskar Sojitra

સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હીટ એન્ડ રનમાં મોત;પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ઘરે ફરતી સમયે અકસ્માત નડ્યો

KalTak24 News Team

અરવલ્લી/ મોડાસા પાસે ટ્રકમાં લાગી ભીષણ આગ,ત્રણ લોકોના મોત,150થી વધુ ઘેટા-બકરા પણ જીવતા સળગ્યા

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં