February 4, 2025
KalTak 24 News
Gujaratગાંધીનગર

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ;હાલમાં CM કાર્યાલયમાં કાર્યરત

Pankaj Joshi new Chief Secretary : ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી(Pankaj Joshi ), IAS (RR:GJ:1989) કે જેઓ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ(CS) રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરી એ નિવૃત્ત થઈ રહ્યા છે.

beeimgtmp-20250124-125524

પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે.પ્રાંત કલેક્ટરથી શરૂ થઈ તેઓ રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે. તેઓ સુરત કલેક્ટર અને સુરત કમિશનર તરીકે રહી ચૂક્યા છે.

પંકજ જોશીએ બી.ટેક.ની પદવી મેળવી છે

IAS અધિકારી પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે ઉત્તીર્ણ થયા છે. પંકજ જોશીને ગુજરાત IAS અધિકારીઓમાં સૌથી શિક્ષિત અને ટેક્નોક્રેટ અધિકારી ગણવામાં આવે છે.

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

BREAKING/ ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો,રોહન ગુપ્તાનું પાર્ટીમાં તમામ પદો પરથી રાજીનામું;અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઇન્કાર

KalTak24 News Team

સુરતમાં 32 વર્ષના બેંક મેનેજરનો આપઘાત,સ્યૂસાઈડ નોટમાં લખ્યું ”મારી એક ભૂલ…”

KalTak24 News Team

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં ઉપસ્થિત રહ્યાં મુખ્યમંત્રી, પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં