- ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પહોંચ્યા સુરત
- ખોડલધામની ઓફિસનું કર્યું લોકાર્પણ
- લોકાર્પણ બાદ લવ મેરેજ એક્ટ વિષે આપ્યું નિવેદન
@સંસ્કાર સોજીત્રા
Khodaldham Surat New Office Inaugurated: કામરેજ ખાતે ખોડલધામ સમિતિ સુરત દ્વારા ખોડલધામ નવા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યલયમાં ખોડલધામ પ્રકલ્પો, કોમ્પિટિટિવ કલાસીસ, સમાધાન પંચ, મહિલા સશક્તીકરણ, સરકારી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવશે.જેમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રેમ લગ્ન અંગે તેમને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેમણે આપણને સહારો આપ્યો અને મોટા કર્યા હોય તેમને અંધારામાં રાખીને લગ્ન કરવા યોગ્ય નથી.
જુઓ શું કહ્યું નરેશ પટેલે?
નરેશ પટેલે નવરાત્રી પર્વને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નવરાત્રીની તૈયારી ત્રણ મહિના પહેલાથી થઈ રહી છે, તમામ જગ્યાએ ગરબાના પ્રોટોકોલ, સિસ્ટમ પ્રમાણે ચલાવવામાં આવશે. સ્થળ પર સેફટીએ પ્રથમ પ્રાયોરિટી રહેશે તેમજ હેલ્થ સેકેન્ડ પ્રાયોરિટી રહેશે. ખાસ યુવાનામાં હાર્ટ એટેકના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે, ત્યારે ડોકટર અને એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવશે. નવરાત્રીમાં સ્વયં સેવકો હાજર રહીને લોકોના આધારકાર્ડ અને ફોટાની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે.
નરેશ પટેલે કામરેજ ખાતેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રેમ લગ્ન કરવા એ ખરાબ નથી પરંતુ જેમને આપણને સહારો આપ્યો છે. જેમની નીચે આપણે 20-21 વર્ષના થયા છીએ, તેજેના ધાવણથી 25 વર્ષના થયા છીએ. તેમને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી. પ્રેમ કરવો સહજ છે, પ્રેમ થવો જોઈએ, મા-બાપની મહદંશે મંજૂરી હોય તો લગ્ન કરવા જોઈએ. કાયદામાં સુધારો એક પ્રક્રિયા છે. પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશે, ફેરબદલ થતી રહેશે તેમજ આ સરકારી મુદ્દો છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube