ગુજરાત
Trending

રાજકોટ/ ખોડલધામ કાગવડ ખાતે વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાઈ,શું કહ્યું ખોડલધામ ચેરમેન નરેશ પટેલે?

KhodalDham News: કાગવડ ખોડલધામ ખાતે વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાય હતી. નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

KDVS Convenor Meet-2023 at Khodaldham: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS 2023ની મીટ યોજાઈ હતી.

ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં કોઈપણ ખૂણેથી KDVS સાથે જોડાયેલ દરેક સભ્યો એપ્લીકેશન મારફતે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તેમજ મહત્વના સંપર્ક સાધી શકશે.

86aa1df05459230ab982d9497e89b28b1696071927860397 original

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રાધ્યાન આપવામાં આવે છે. સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવી રહ્યું છે.

khodal

તેના થકી આજદિન સુધી 475થી વધારે ઉમેદવારો સરકારી નોકરી અંતર્ગતની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરીને વર્તમાનમાં સરકારી નોકરી કરી રહ્યાં છે.આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલી વિશાળ બની રહી છે કે, તેમનું સંગઠન ગુજરાત ફલક પર દિન-પ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે.

3(13)

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં નેજા હેઠળ તેમજ કોર કમિટી દ્વારા સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કરીને હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થઈને વિવિધ સેવાકાર્ય કરે છે. ત્યારે KDVS કન્વીનર મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લા,તાલુકા અને ગામે-ગામથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતનાં 1200 જેટલા યુવાનોની ટીમે હાજરી આપી હતી.

જુઓ વિડિયો:

આ પ્રસંગે નરેશ પટેલે યુવાનોને સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. ઉપરાંત પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડાનો ઉપયોગ રાખતા થયા છે. મૂછોના આકડા રાખવા પણ ઉપયોગ કરવા જેવો લાગે ત્યારે કરી લેવો જોઈએ. પટેલ સમાજ ભોળો છે. જે ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો. યુવાનો હવે બહાર આવી રહ્યા છે. ખોડલધામ ખાતે દરરોજના 20,000 જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

naresh%20patel

આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ તેમજ લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથ તથા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. આ આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી KDVSનાં 1200 થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા