December 28, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત;અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ

more-than-2-and-half-crore-people-have-done-e-kyc-in-ration-card-in-gandhinagar-news

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં ૧.૩૮ કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા ૧.૦૭ કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે. આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક ૫૪૬, ગ્રામ પંચાયતોમાં ૫૦૬, શિક્ષણ વિભાગ પાસે ૨૨૬, આંગણવાડીમાં ૩૧૧ તેમજ પોસ્ટ-બેંક હસ્તક ૨,૭૮૭ આમ કુલ ૪,૩૭૬ જેટલી આધારકીટ કાર્યરત છે. e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી ૧,૦૦૦ આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

દાદાના દરબારમાં અંબાણી પરિવાર/ કોકિલાબેન અને અનિલ અંબાણીએ પરિવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શન કર્યાં;કષ્ટભંજનદાદાને વાઘા-ધ્વજા અર્પણ કરી લીધા આશીર્વાદ,જુઓ VIDEO

Sanskar Sojitra

MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ

KalTak24 News Team

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય,ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

KalTak24 News Team
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં