December 18, 2024
KalTak 24 News
Gujarat

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સંવેદનશીલતા: સુરતમાં અકસ્માતમાં ઘાયલ મહિલાને પોતાની કારમાં બેસાડી પહોંચાડી હોસ્પિટલ

Surat Accident News: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની માનવીય સંવેદનાનો કિસ્સો સામે આવ્યો છે.સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી.મહિલાને કોઈ અજાણ્યા કારચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી. પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે.

મહિલા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા. એ દરમિયાન સરથાણા રિંગરોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષાકર્મીને ઉતારી પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.

એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્યમંત્રીએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા તેમના સંવેદનાસભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો. સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે. ઈજાગ્રસ્ત મહિલાનું પર્સ અને મોબાઈલ ફોન પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા હતા.મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમામ લોકોએ આ પ્રકારની ઘટનાઓમાં તાત્કાલિક અસરથી લોકોની મદદ કરવી જોઈએ અને મેં કોઈ ઉપકારનું કાર્ય કર્યું નથી. મને ભગવાને નિમિત બનાવ્યો છે અને મેં મારી ફરજ નિભાવી છે. મારી ફરજ છે કે હું લોકોની સેવા કરું અને મેં આ મહિલાની સેવા કરીને કોઈ ઉપકાર કર્યો નથી. મેં મારી ફરજ નિભાવી છે જે ગાડીમાં હું મહિલા ને હોસ્પિટલ લઈ ગયો છે એ ગાડી પણ મને સરકારે આપી છે. હાલ દિવાળીનો તહેવાર છે અને કોઈના ઘરમાં ખુશીઓના તહેવારમાં દુઃખ અને વિપત્તિ આવે તેવું ક્યારેય ન થવું જોઈએ અને હવે જ્યારે મહિલા સારવાર લઈને પોતાના પરિવારને પરત મળશે ત્યારે પરિવારમાં પણ આનંદ અને ખુશીનો માહોલ જોવા મળશે.

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

Ahmedabad News: અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગી, પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આગ લગાવ્યાનું પ્રાથમિક તારણ

KalTak24 News Team

સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત!,સૂર્યોદય પહેલાં જ ચિત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવી દેવાયાં,જાણો વિગત

KalTak24 News Team

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યો,ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા; જુઓ તસવીરો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં