Vadtal Dham News: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેનાર છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડા. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા. ૭ નવેમ્બર ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા – કળશયાત્રા સવારે ૧૦:૩૦ કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં ર૦૦ ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે ૧૧:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે ૧૧:૪૫ કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.
લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમની રુપરેખા જુઓ
- તા.૮ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
- તા.૯ નવેમ્બરના રોજ સવારે ૫:૩૦ કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે.
- બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ દરમ્યાન મહિલા મંચ યોજાશે.
- સાંજે ૫:૦૦ કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
- તા.૧૦ નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે ૮:૦૦ કલાકે મંદિર પરિસર ખાતે થશે.
- તા.૧૧ નવેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે ૫:૩૦ કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.
- તા.૧૨ નવેમ્બરના રોજ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા.
- જયારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે.
- બપોરે ૩:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે.
- સાંજે ૪:૦૦ કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યાતિ ભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે.
- સાંજેના ૪:૦૦ કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
- તા.૧૩ નવેમ્બરના રોજ સવારે ૬:૦૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે.
- સવારે ૧૦:૩૦ કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે.
- સવારે ૧૦:૦૦ કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે ૫:૩૦ કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
- તા.૧૪ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યા તિ ભવ્ય રીતે ઉજવાશે.
- તા. ૧૫ નવેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે ૬:૦૦ કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન પૂ.જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને પૂ.નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે મહોત્સવના અન્ય આકર્ષણો.
વડતાલધામ દ્વિશતાબ્દી મહામહોત્સવની રૂપરેખા
- ૮૦૦ વિદ્યા (૧૯,૫૦૦,૦૦૦ ચો.મી.) જેટલી વિશાળ જગ્યામાં આ ઐતિહાસિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે.
- ભારત વર્ષના મુર્ધન્ય સંતો, ધાર્મિક આગેવાનો વગેરે મહામાનવોને ઉત્સવનું આમંત્રણ અપાશે.
- ભારતના યશસ્વી રાજનેતાઓ (૧) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ (૨) માનનીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ, (૩) માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત (૪) માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત (૫) ગુજરાતના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, (૬) ધારાભ્યશ્રીઓ તથા અન્ય રાજકીય મહાનુભાવો ને આમંત્રણ પાઠવેલ છે.
- દક્ષિણ ભારત, બનારસ અને દેશભરમાંથી સંસ્કૃતના દિગ્ગજ વિદ્વાનો ને પણ આમંત્રણ પાઠવેલ છે.
- બાળકો માટે આનંદદાયક, પ્રેરણાદાયક પ્રદર્શન, બાળનગરી વિગેરે
- ગુજરાતના નગર શ્રેષ્ઠીઓ, સમાજસેવકો, બુધ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ વગેરે તમામને ઉત્સવનું આમંત્રણ અપાશે.
- વિદેશમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હરિભક્તો ૫૦૦૦ થી વધુ સંખ્યામાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં હરખભેર પધારવાના છે. (યુરોપ, અમેરીકા, ઈસ્ટ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, હોગકોંગ, ઓસ્ટ્રેલીયા, લંડન, ન્યુઝીલેન્ડ, દુબઈ વગેરે)
- ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ઉજાગર કરતો વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ આબાલ વૃદ્ધ સૌ કોઈ માટે સાંસ્કૃતિક પારિવારિક, સામાજીક એવું આધ્યાત્મિક પ્રેરણા બની રહેશે.
- સમગ્ર મહોત્સવ દરમ્યાન ૨૫,૦૦,૦૦૦ થી વધુ હરિભક્તો લાભ લેશે.
- સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામનું ખાતમૂહુર્ત કરી મંદિર બંધાવી પોતાના સ્વહસ્તે ર૦૦ વર્ષ પહેલા મૂર્તિ સ્થાપના કરેલ છે.
- વડતાલધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ ગાદી સ્થાન છે.
- વડતાલ સંસ્થા દ્વારા સંચાલિત ૬ ઉપરાંત હોસ્પિટલ નિઃશુલ્ક – ટોકન ભાવે ચાલી રહેલ છે. (વડતાલ, જલગાંવ (મહારાષ્ટ્ર), ઉજજૈન (મધ્ય પ્રદેશ), ખંભાત,સુરત ૨, સરધાર વગેરે)
- વડતાલ મંદિર દ્વારા ૨૦૦૦ થી વધારે આંગણવાડી અને બાલમંદિરના કુપોષીત બાળકોને પોષ્ટીક આહાર પુરો પાડવા માટેનું કાર્ય કરી રહ્યા છીએ.
- વડતાલ સંસ્થાન તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા ૫૦૦૦ થી વધારે ગરીબ દીકરા દીકરીઓને એક પણ રૂપિયા ફી લીધા વિના રહેવા જમવા અને શિક્ષણની જરૂરીયાત પુરી પાડીએ છીએ. (વડતાલ, વિદ્યાનગર, સરધાર, ધંધુકા, ભાવનગર, મહુવા વગેરે)
- છેલ્લા ૨૦૦ વર્ષથી નિયમીત અન્નક્ષેત્ર ચાલે છે.
- કોરોના કાળમાં સમગ્ર વડતાલ સંસ્થાન દ્વારા અનેક નિ:શુલ્ક હોસ્પિટલ શરૂ કરી. દર્દીનારાયણની સેવા કરેલ છે. તેમજ વડતાલ સંસ્થાન સંપ્રદાય દ્વારા ૧૩ કરોડથી વધારે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલ છે.
- વડતાલ સંસ્થાન દ્વારા વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી (એક પેડમાં કે નામ) રાજયના અનેક વિસ્તારોમાં એક લાખ ઉપરાંત વૃક્ષોનું વૃક્ષારોપણ, જળ સંચય કરેલ છે.
- ૩,૪૦,૦૦૦ થી વધુ મહિલાઓ ને સેનેટરી પેડનું વિતરણ કરી જનજાગૃતિ અભિયાન કરેલ છે.
- ૨૦૦૦ ની સંખ્યામાં દિવ્યાંગ બાળકોને તથા જરૂરીયાત મંદોને ટ્રાયસિકલ, વોકર સ્ટીક, સિલાઈ મશિન, વ્હીલચેર વિતરણ કરેલ છે.
- સમૂહ લગ્નો, બટુક બ્રાહ્મણોને યજ્ઞોપવિત, વ્યસન મુક્તિ, પુર રાહત, ફુડ પેકેટ, ધાબળા વિતરણ, ચંપલ વિતરણ, પક્ષીઓના કુંડા-માળા વિતરણ, બ્લડ ડોનેશન, નેત્ર નિદાન કેમ્પ વગેરે અનેક કેમ્પો વડતાલ સંસ્થાન દ્વારા ચાલે છે.
- આદીવાસી વિસ્તારોમાં કન્યાશાળા નિઃશુલ્ક શિક્ષણ.
- વડતાલ મંદિર તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા ર૦૦ ઉપરાંત ગૌશાળામાં હજારો ગાયોની સેવા કરવામાં આવે છે.
- ૨૦૦૦ થી વધુ દિવ્યાંગોને પ્રોસ્ટટીંગ લિંગ્સ વિના મૂલ્યે લાગવી આપવામાં આવે છે.
- વડતાલ સંસ્થા દ્વારા નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવે છે.
- ૨૦૦૦ ઉપરાંત ગામડાઓમાં આમંત્રણ રથ સંતો-હરિભક્તો ફરી રહ્યા છે.
- વડતાલ દેશમા કુલ ૧૩૮૪ દિક્ષીત સંતો, ૨૦ બ્રહ્મચારી તથા ૫૩૧ પાર્ષદો તથા ૧૦૦૦ ઉપરાંત સાંખ્યયોગી સેવા આપી રહ્યા છે. ૨૩૫ શિખરબંધ મંદિર, ૧૯૫ ગુરૂકુળ તથા ૧૫૨૦ હરિમંદિર તથા ભારત સિવાય વિદેશમાં વડતાલ દેશના કુલ ૬૭ મંદિર સક્રિય છે.
- આ તમામ સંસ્થાઓ દ્વારા ૨૯૧ ગૌશાળા (૫૪૯૮ ગાયો) તથા ૧૦ નિઃશુલ્ક હોસ્પિટલ સક્રિય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૪,૮૮, ૭૫૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સાંસ્કૃતિક પ્રદર્શન
- આ સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર કુલ ૮ વિભાગ આવેલ છે.
- આ પ્રદર્શનમાં ૫૦૦૦૦ કરતાં પણ વધારે હરિભક્તો એક સાથે લાભ લઈ શકશે.
- તેમજ આ પ્રદર્શનમાં ૪૯૩૪૦ સ્ક્રેરફીટમાં ૧૨૧ કરતાં પણ વધારે વિવિધ ફૂલ છોડનો ઉપયોગ કરવામાં આવેલ છે.
- આ પ્રદર્શનમાં મનુષ્ય જીવનને સાર્થક બનાવે તથા પંચવર્તમાનનું પાલન દ્રઢ પણે થાય તેવી નાની નાની ૬૦ કરતાં પણ વધારેલ ફીલ્મો બતાવવામાં આવનાર છે.
- જેના સમય બપોરે ૧૨:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધીનો રાખવામાં આવે છે.
- આ પ્રદર્શનમાં વિવિધ ૧૧ પ્રકારના દ્વાર રાખવામાં આવેલ છે.
- તેમાં વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર ૧૦૦ ફૂટ લાંબુ અને ૩૫ ફૂટ ઉંચુ છે.
- ઉપરાંત જીવંત કલાકરો ધ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં ૧૯૦ ફૂટ લાંબુ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને ૧૧૪ ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલ છે.
- આ પ્રદર્શન વિભાગમાં કુલ ૭૩૦૦૦ બ્લોકનો ઉપયોગ કરવામાં આવેલ છે.
- આ પ્રદર્શનમાં રંગ બે રંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે.
- પ્રદર્શન સ્થળે ૬૮૫ સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે.
- પ્રદર્શનની પૂર્વ તૈયારીનું ૧૨૦ દિવસ કામ ચાલી રહ્યું છે. જેમાં ૮૦૦ સ્વયં સેવકો જોડાયેલા છે.
- સમગ્ર પ્રદર્શન રાજકોટ ગુરૂકુળના દેવકૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો વિશ્વસ્વરૂપદાસ સ્વામી, વિવેકસ્વરૂપદાસ સ્વામી તથા બંગાળના ૭૫ કારીગરો અને સ્વયં સેવકો છેલ્લા ૩ માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા.
મહાઅન્નકુટ :-
- દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મહાઅન્નકુટનું આયોજન કરવામાં આવેલ છે.
- આ મહાઅન્નકુટમાં કુલ ૫૦૦૦ વાનગીનો ઉપયોગ કરવામાં આવેલ છે.
- આ મહાઅન્નકુટમાં ભારતનાં વિવિધ શાજયો – શહેરોમાં જે પ્રખ્યાત મિઠાઈ છે તે તમામ મિઠાઈનો આ મહાઅન્નકુટમાં સમાવેશ કરવામાં આવેલ છે.
- આ તમામ મિઠાઈનું અંદાજીત કુલ વજન ૨૮ ટન જેટલું થાય છે.
- આ મહાઅન્નકુટની તૈયારી માટે ૬ માસથી ૨૦૦૦ થી વધુ સ્વયં સેવકો કામ કરી રહ્યા છે.
- આ મહાઅન્નકુટમાં ૧૫૦૦ જેટલી વાનગી તા.૨ નવેમ્બરે સવારે બનાવવામાં આવશે.
- મહાઅન્નકુટ મુકવા માટે ૧૦૩૧૫ કીલો લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે. અને ૮” X ૪” ની ૬૦૦ પ્લાયવુડની સીટનો ઉપયોગ કરવામાં આવેલ છે.
ભવ્ય ભોજનશાળા :-
- ૬૨ હજાર ૫૦૦ ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવેલ છે.
- જેમાં યજમાન, મહેમાન તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- આ ભોજનશાળામાં એક સાથે ૧ લાખ હરિભક્તો સાથે બેસી જમી શકે તેવી સુવ્યવસ્થા કરવામાં આવેલ છે.
- આ ભોજનશાળામાં હરિભક્તોને વધુ તકલીફ ના પડે તે માટે કુલ ૧૭ જેટલા અલગ- અલગ ડોમ બનાવવામાં આવેલ છે.
- આ ભવ્ય ભોજનશાળામાં ૩૨૦૦ ઉપરાંત સ્વયં સેવકો સેવા બજાવી રહ્યાં છે.
- આ મહોત્સવમાં ભોજનશાળાની ખાસીયત એ છે કે, આ ભોજનશાળા ૨૪ કલાક ચાલુ રાખવામાં આવશે.
- આ ભોજનાશાળામાં ૫૦૦ ઉપરાંત રસોઈયા રસોઈ બનાવવા માટે રાખવામાં આવેલ છે.
- ભવ્ય ભોજનશાળાની પૂર્વ તૈયાર છેલ્લા ૪ માસથી ચાલુ છે.
વિશાળ સભા મંડપ :-
- હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે ૨.૧૦ લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવેલ છે.
- જેની પીઠીકા ૩૦ હજાર ચો. ફૂટની રાખવામાં આવેલ છે.
- આ સભામંડપમાં ૩૦ હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.
- આ સભામંડપનો વિશાળ પ્રવેશ દ્વારા ૩૦૦ ફૂટનો બનાવવામાં આવેલ છે.
- આ સભામંડપ સામે ૧૫” x ૨૦” નું વિશાળ અક્ષરભુવન મોડલ મુકવામાં આવેલ છે.
- આ સભામંડપમાં કુલ ૩૦૦ સ્વયં સેવકો સેવા કરી રહ્યાં છે. આ સભામંડપ સંપૂર્ણ વ્યવસ્થા સાથે બનાવવામાં આવેલ છે.
યજ્ઞશાળા :-
- ૧૫ વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે.
- જેમાં ૧૦૮ કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે.
- આ વિષ્ણુયાગમાં ૩૫૦૦ વધુ દંપતિઓ બેસી શકશે.
- યજ્ઞશાળામાં ૧૫૦ સ્વયં સેવકો જોડાયેલા છે.
- આ યજ્ઞશાળા દ૨૫૦૦ સ્કેર ફીટમાં બનાવવામાં આવેલ છે.
બાળ મહોત્સવ :-
- ૨૭૦૦૦ સ્કેર ફૂટમાં બાળ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
- આ બાળ મહોત્સવમાં ૨૦૦૦ ઉપરાંત બાળકો ભાગ લેધીલ છે.
- આ બાળ મહોત્સવમાં રમત-ગમતની સાથે બાળકોને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો પણ સમજાવામાં આવશે.
- શિક્ષાપત્રીને આધારે બાળકોને જીવન જીવતા શીખવાડવામાં આવશે.
- આ બાળ મહોત્સવમાં ૧૬ ઉપરાંત અલગ-અલગ સેશન્સ રાખવામાં આવેલ છે.
- બાળકોના આનંદ માટે ફનફેર પણ રાખવામાં આવેલ છે.
- બાળ મહોત્સવની પૂર્વ તૈયાર ૨ માસ થી ચાલુ છે. તેમાં ૨૦૦ સ્વયં સેવકોએ ભાગ લીધેલ છે.
આધુનિક ટેન્ટસીટી :-
- શ્રી સ્વામિનારાયણ ટેન્ટસીટી ૨૦૦ વીઘામાં બનાવવામાં આવેલ છે.
- જેમાં દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલ દર્શનાર્થીઓ ને રહેવા માટે અતિ આધુનિક સુવિધાસાથેના ૨૫૦૦ થી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
- ૧૦ હજાર ઉપરાંત સ્વયં સેવકો માટે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- જેમાં એ.સી. સુવિધા પણ રાખવામાં આવેલ છે.
શુધ્ધ પાણી માટે બે આર.ઓ. પ્લાન્ટ કાર્યરત:-
- મહોત્સવમાં પધારનાર દરેક હરિભક્તોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે દરરોજનું ૧,૯૨,૦૦૦ લીટર પાણી બે આર.ઓ.પ્લાન્ટના માધ્યમથી ફીલ્ટર કરવામાં આવશે. જેથી દરેકને ઠંડુ અને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવશે.
સિક્યુરીટી વ્યવસ્થા :-
- સમગ્ર મહોત્સવ અંતર્ગત હરિભક્તો સુવિધા માટે ૫૦૦ સિક્યુરીટી ગાર્ડ તથા ૧૦૦૦ હરિભક્તો.
- સમગ્ર મહોત્સવ દરમિયાન ૧૨૦ ઉપરાંત બાઉન્સરનો સમાવેશ કરવામાં આવેલ છે.
સાફ સફાઈ વ્યવસ્થા :-
- આ મહોત્સવમાં સાફ સફાઈ માટે ૨૦૦૦ ઉપરાંત સ્વયં સેવકો જોડાયેલા છે.
અન્ય માહિતી :-
- સમગ્ર મહોત્સવમાં ૨૫૦ ઉપરાંત સંતો-પાર્ષદો-બ્રહ્મચારી જોડાયેલા છે.
- આ સમગ્ર મહોત્સવમાં કુલ ૧ લાખ કરતાં પણ વધારે ફૂલ-છોડ ઉછેરવામાં આવેલ છે.
- સમગ્ર મહોત્સવમાં ૨૦ હજાર ઉપરાંત સ્વયં સેવકોએ ભાગ લીધેલ છે.
- દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત માટે ૩૦ હજાર ઉપરાંત બેનરો લગાવવામાં આવેલ છે.
- આ મહોત્સવમાં ૫૦ થી વધુ ડોમ બાંધવામાં આવેલ છે.
- આ મહોત્સવ અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં ૩ આમંત્રણ રથ દ્વારા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવેલ છે.
- ૮ હજાર એલ.ઈ.ડી. ફોક્સ લાઈટ
- ૩ હજાર પાર લાઈટનો ઉપયોગ કરવામાં આવેલ છે.
- ૫ હજાર ટ્યુબ લાઈનો ઉપયોગ કરવામાં આવેલ છે.
- આ મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિરની સાથે સાથે સમગ્ર વડતાલ ગામને પણ રોશની થી ઝગમગ કરી દેવામાં આવેલ છે.
- ૧૦૦ કરતાં પણ વધારે મોટા લાઈટના ટાવરો ઉભા કરવામાં આવેલ છે.
- સમગ્ર મહોત્સવ પરિસરમાં હરિભક્તોની સુરક્ષા માટે ૯૦૦ ઉપરાંત સી.સી.ટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે.
- સમગ્ર મહોત્સવમાં હરિભક્તોને નેટવર્કની સુવિધા અર્થે ૬ જુદી-જુદી કંપનીના ટાવર ઉભા કરવામાં આવશે.
નોંધઃ- સમગ્ર મહોત્સવમાં ૩૦૦ ટન ઉપરાંત લોખંડ વપરાયેલ છે. તેમજ ૧૨ હજાર ઘનફૂટ લાકડું વાપરવામાં આવેલ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube