Rajkot News: રાજકોટમાં (Rajkot) BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા (Jayanti Sardhara) અને ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા (PI Sandeep Padaria) વચ્ચેનાં વિવાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ હવે મેદાને આવ્યા છે અને આ મામલે આરોપ સાથે એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું કે, જ્યંતી સરધારાને સરદારધામ (Sardardham) અને ખોડલધામ વચ્ચે વિવાદ ઊભો કરવા માટે સોપારી આપવામાં આવી છે.
સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી? : દિનેશ બાંભણિયા
પાટીદાર અગ્રણી (Patidar Leader) જયંતી સરધારા અને PI સંજય પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે હવે ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની (Dinesh Bambhania) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જયંતી સરધારા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે, સરદારધામ (Sardardham) અને ખોડલધામ (Khodaldham) વચ્ચે વિવાદ ઊભો કરવા માટે જ્યંતી સરધારાને સોપારી આપવામાં આવી છે.
તેમણે વધુમાં લખ્યું કે, કયાં ફાર્મ હાઉસમાં આ સોપારી આપવામાં આવી તે બાબતે આગામી દિવસોમાં ખુલાસો કરશે. જયંતી સરધારાને કયાં ફાર્મહાઉસમાં અને કોણે સોપારી આપી ? તેનો ખુલાસો તેઓ જલદી કરશે તેમ જણાવ્યું હતું.
સમાજ ઉત્થાન નું કામ કરતી પાટીદાર સમાજ ની સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિખવાદ ઊભો કરવાની અને સમાજ ની બંને સંસ્થા ને બદનામ કરવાની સોપારી જેન્તીભાઇ સરધારા ને કોને આપી ..ક્યાં ફાર્મ હાઉસ માં આપી એ તમામ વિગતો આગામી સમય માં આવશે …સમાજ માં ખૂબ રોષ … pic.twitter.com/816nsavQIV
— Dinesh Bambhania (@dineshbambhania) November 29, 2024
દિનેશ બાંભણિયા મેદાને આવતા વિવાદ વકરે તેવા એંધાણ
જો કે, આ વિવાદમાં ખોડલધામનાં ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની એન્ટ્રી થતાં હવે મામલો વધુ ગરમાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જણાવી દઈએ કે, જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જયંતી સરધારાએ FIR માં નિવેદન આપ્યું હતું કે, PI સંજય પાદરિયા તેમની પાસે આવ્યા હતા અને ત્યાર બાદ માથાકૂટ કરી હતી. જો કે, આ મામલે પોલીસની (Rajkot Police) કાર્યવાહી ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube