Diwali Special extra Bus by GSRTC: દિવાળીના પર્વને લઈને સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલના વતની સૌ પરિવારોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સુગમ, સલામત અને સમયબદ્ધ રીતે પહોંચવા માટે સુરત GSRTC એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને તેમના માદરે વતન સુધી સલામત પહોંચાડવા માટે વધારાની ૨૨૦૦ બસો શરૂ કરવામાં આવી છે.
આ વિશેષ બસ સેવા દ્વારા મુસાફરો પોતાના વતનમાં તહેવારોની ઉજવણી હમવતનીઓ તેમજ પરિવારજનો સાથે કરી શકે એવો પ્રયત્ન રાજ્ય સરકાર અને એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડ ખાતેથી લીલી ઝંડી આપી એક્સ્ટ્રા બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.
સૌરાષ્ટ્ર તરફ વધારાની 200 દોડાવાશે
જન્મભૂમિ સૌરાષ્ટ્રથી સુરતને કર્મભૂમિ બનાવનાર અનેક પરિવારો દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને પોતાના વતને જઈને દિવાળીના પર્વની ઉજવણી કરે છે આજે એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું દોડાવવા માટેનું ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. ધારુકા વાલા કોલેજના ગ્રાઉન્ડ પરથી શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી તેમજ સુરત એસ. ટી. વિભાગીય નિયામક પી.વી. ગુર્જર અને મહાનુભાવોએ ડ્રાઈવરોને મીઠાઈ દ્વારા મોં મીઠું કરાવ્યુ હતું તેમજ મુસાફરો સાથે આત્મીય સંવાદ કરીને સૌને સુખમય અને સુરક્ષિત મુસાફરીની તેમજ દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તા.૨૬થી ૩૦ ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ વધારાની ૨૨૦૦ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એસ.ટી. નિગમ દ્વારા વિવિધ સુવિધાઓ
આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. ‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત આજ સુધીમાં કુલ 202 બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે. જ્યારે 90 બસોનું ઓનલાઈન બુકીંગ થયું છે. આ બુકિંગ થકી આશરે 15,000 જેટલા મુસાફરોને માદરે વતનના ગામ સુધી પહોંચાડવામાં આવશે. હજુ પણ બુકીંગ શરૂ છે.
આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વની ઉજવણી માદરે વતન પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી શકે એવા શુભ આશયથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે એક્સ્ટ્રા એસ.ટી.બસો શરૂ કરાઈ છે.
સુરતથી સૌરાષ્ટ્ર (અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જુનાગઢ, ઉના) ની બસો “સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યાસંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડથી ઉપડશે. પંચમહાલ (દાહોદ, ઝાલોદ,ગોધરા)ની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે. વધુમાં વધુ મુસાફરોએ એસ.ટી. નિગમની બસ સુવિધાનો લાભ લેવા મંત્રીએ જણાવ્યું હતું.
સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું:
- અમરેલી – 450
- સાવરકુંડલા – 430
- ભાવનગર – 355
- મહુવા – 410
- ગારિયાધાર – 390
- રાજકોટ – 390
- જૂનાગઢ – 440
- જામનગર – 450
- ઉના – 485
- અમદાવાદ – 285
- ડીસા – 390
- પાલનપુર – 380
- દાહોદ – 310
- ઝાલોદ – 315
- ક્વાંટ – 370
- છોટાઉદેપુર – 280
- લુણાવડા – 285
- ઓલપાડથી ઝાલોદ – 325
- ઓલપાડથી દાહોદ – 320
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube