December 18, 2024
KalTak 24 News
Gujarat

અમરેલી/ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલીના ઐતિહાસિક રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત, 25 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

Amreli-News-Chief-Minister-Bhupendrabhai-Patel-announces-renovation-of-Amrelis-historic-Rajmahal-to-be-renovated-at-a-cost-of-Rs-25-crore-768x432.jpg

Amreli News: અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી)ના પુનઃ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઈમારતનું આશરે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે.

Image

અમરેલી જિલ્લાના લોકોને રૂપિયા 292 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી પધાર્યા છે. અમરેલી શહેર મધ્ય આવેલો ઐતિહાસિક રાજમહેલ હાલ જર્જરિત સ્થિતિમાં છે ત્યારે, “વારસાના વિકાસ”ને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આ ઈમારતના નવીનીકરણના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક વકીલો, ડૉક્ટરશ્રીઓ તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે વાતચીત કરી હતી.

 


રાજમહેલ ખાતે તકતી અનાવરણ કર્યા બાદ પરિસરમાં પ્રદર્શનને ઝીણવટપૂર્વક નિહાળીને તેમણે ઈમારતના ભવ્ય વારસાની વિગતો મેળવી હતી. આ સાથે ઇમારતનું નવીનીકરણ જે પરંપરાગત પદ્ધતિથી થવાનું છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. આ તકે સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નાયબ કલેક્ટર સુપૂજા જોટાણીયા વગેરે જોડાયા હતા.

Image

નોંધનીય છે કે, વડોદરાના રાજા ગાયકવાડના સમયનો આ મહેલ 132 વર્ષ જૂનો છે. સન 1892માં તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બે માળની આ ઇમારતમાં એક માળની સરેરાશ ઊંચાઈ આશરે 10થી 12 મીટર જેટલી છે. રજવાડી કાળમાં અહીં “લોક-દરબાર” ભરાતો હતો અને લોકોને ન્યાય આપવાની કામગીરી થતી હતી. દેશ આઝાદ થયા પછી સન 1948થી લઈને 2012 સુધી આ ઇમારતમાં જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી કાર્યરત હતી. આ ઈમારતના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજા સર શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડની કાંસ્યની પ્રતિમા મૂકવામાં આવી છે.

અમરેલીના ભવ્ય ઐતિહાસિક વારસાના પુનઃસ્થાપનના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમરેલી શહેરમાં આવેલા રાજમહેલના સંરક્ષણ અને વિકાસની કામગીરી શરુ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂપિયા 25 કરોડની મંજૂરી આપી છે. નવીનીકરણ બાદ અમરેલીનો આ ભવ્ય વારસો નવજીવન પામશે.

Image

આ ઇમારતનું નવીનીકરણ પણ વિશેષ રીતે કરવામાં આવશે. ઇમારતમાં અંદર તથા બહારના ભાગમાં ડ્રાય-ક્લીનીંગ, છતનું વોટર-પ્રૂફીંગ, ચૂનાના પથ્થરના ઉપયોગથી હયાત ઇમારતનું મજબૂતીકરણ, પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતનું રિપેરીંગ, ઇમારતના રાત્રિ સુશોભન માટે લાઈટીંગ, લાકડાના છત, હેરિટેજ હોટેલમાં તબદીલ, પાર્કિંગની સુવિધા, ગાર્ડન એરિયા, હેરિટેજ લાકડાની સીડીનું રિપેરિંગ, લાકડાના બારી-દરવાજા, ઝરુખાના રિપેરીંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઇમારતના નવીનીકરણમાં સિમેન્ટના બદલે ડોલોમાઈટ, ચિરોડી, મેથી, અડદ દાળ, ચૂનો, પથ્થરનો ભૂકો, સુરખી પાવડર, ગુંદ, શંખજીરુ, લીમસીડ એસિડ, ગોળ વગેરેનો ઉપયોગ થશે.

 

 

 

 

Related posts

મોરબી/કાજલ હિન્દુસ્તાનીનું પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન,પાટીદાર સમાજમાં ભારે રોષ

KalTak24 News Team

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા “પિયરયું” અંતર્ગત પિતા વિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે ભવ્ય લગ્ન,50 હજાર મહેમાનોને કરાશે વૃક્ષની અનોખી ભેટ

Sanskar Sojitra

Surat/ ગરબા રમતા સમયે જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક જ મેડિકલ હેલ્પ લો,શું કહ્યું ડોક્ટરે જાણો વધુ વિગતો?

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં