Amreli News: અમરેલી જિલ્લાના ભાજપના નેતા વિપુલ દૂધાતના એક લેટરથી સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે રેતી ચોરી અને દારૂના દુષણ બાબતે લખેલા પત્રથી તંત્ર હરકતમાં આવી ગયું છે.અમરેલી જિલ્લાના મોટા લીલીયા વિસ્તારના ભાજપાના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દૂધાતે અમરેલી સાંસદ તેમજ કલેકટરને એક પત્ર દ્વારા પોતાની વેદના ઠાલવી કે લીલીયા તાલુકામાં રેતી ચોરી અને દારૂનું દુષણ સતત વધી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં આવેલ લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના ભાજપ કાર્યકર અને જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતએ દારૂ અને રેતીચોરી બંધ કરાવવા માગ કરી છે. સ્થાનિક ભાજપ કાર્યકર છે વિપુલ દુધાત વાંરવાર ગેરકાયદેસર પ્રવુતિઓ સામે રજૂઆતો કરતા આવે છે. આજે ફરીવાર અમરેલીના સાંસદ ભરત સુતરીયાની સંબોધીને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે.
VIDEO:
જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતએ પત્રમાં લખ્યું છે કે,અમરેલી જીલ્લાના લીલીયા તાલુકામાં શેત્રુંજી નદી પસાર થાય છે અને જે વિસ્તારમાં એશિયાટિક સિંહ પણ વસવાટ કરે છે. અમે સરકારી કચેરી દ્વારા પણ શેત્રુંજી નદીમાં કોઈ પણ પ્રકારની લીઝ મંજુર કરી નથી તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસના અધિકારીઓની રહેમ નજર હેઠળ લીલીયા તાલુકામાં શેત્રુંજી નદીના પટમાંથી નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે અને લીલીયા તાલુકામાં અલગ અલગ જગ્યાએ રેતી સ્ટોકની પરમિશન આપી શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીના સ્ટોક પર રેતી લાવવામાં આવેલ છે. ત્યાંથી ગેરકાયદેસર રીતે પાસ બનાવવામાં આવે છે અને લીલીયા તાલુકામાં દારૂનું ખુબજ દુષણ પણ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. જે બાબતે પણ વાંરવાર રજૂઆતો કરવા છતાં દારૂ બંધ કરવા પોલીસ વિભાગ દ્વારા નિરશતા દાખવેલ છે. લીલીયા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ ગુજરાત સરકારના કાયદાનો અમલ કરવામા સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે.
વિપુલ દુધાતના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અહીં ના છૂટકે જનતા રેડ કરવાની ફરજ પડશે. જનતા રેડમાં જોડાનારા લોકો ઉપર રેતી ચોરી કરતા ઈસમો બુટલગરો હુમલો,વાહન દ્વારા અકસ્માત કરી શકે તેમ હોય તેથી જનતા રેડમાં જોડાનારા લોકો પર આવો કોઈ ગંભીર હુમલો કે જાનહાનિ થાય તો આ અંગે ખાણ ખનીજ વિભાગ તથા પોલીસ વિભાગના અધિકારીઓની સંપૂર્ણ જવાબદાર રહેશે.
અમરેલી જિલ્લા ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારી જે.આર.સવનેરનો સંપર્ક કરતા કહ્યું લીલીયા શેત્રુંજી નદીના વિસ્તારમાં અમારી ટીમ દ્વારા વાંરવાર રેતી ચોરી કરતા વાહનો પકડી દંડ કરતા હોય છે થોડા સમય પહેલા જ અહીં 3 ડમ્પર 1 ટ્રેક્ટર ઝડપી સાડા ત્રણ લાખ જેટલો દંડ ફટકાર્યો હતો હજુ પણ ખનીજ ચોરી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરીશું અમારી ટીમને સૂચના આપી છે ચેકીંગ કરવા માટે રેતી ચોરી સામે આવશે એટલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
રેતી ભરેલું ડમ્પર ઝડપી ખાણખનીજ વિભાગને જાણ કરી
સાંસદને પત્ર લખ્યા બાદ વિપુલ દૂધાતે આજે સવારે લીલીયા રોડ પરથી પસાર થઈ રહેલા એક રેતી ભરેલા ડમ્પરને રોકી રોયલ્ટીના પુરાવા માગ્યા હતા. ત્યારબાદ તેમણે લીલીયા મામલતદાર અને અમરેલી ખાણ ખનીજ વિભાગને ટેલીફોન કરી અને સ્થળ ઉપર બોલાવ્યા હતા.
અધિકારીઓ નથી કરતા કામગીરી ?
આ રેતી ચોરીનું ડમ્પર ગારીયાધાર બાજુનું હોવાનું ડમ્પર ચાલકે જણાવ્યું હતું.વિપુલ દુધાતના મામલતદાર અને ખાણ ખણેજ વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક ધોરણે લીલીયા મામલતદાર પોતાની ટીમ સાથે પહોંચી ગયા અને પૂજાપાદર ચોકડી રેલવે ફાટકથી જવાના રસ્તે આગળ ઘટના સ્થળે પહોંચી મામલતદારે કડક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતુ.મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક ધોરણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ ટીમ આ ઘટના સ્થળે આવી પહોંચી અને રેતી ચોરી કરીને જઈ રહેલા ડમ્પરના ડ્રાઇવર તેમજ મામલતદાર સાથે વાતચીત કરતા તેમણે પણ પોતાની કાર્યવાહી કરવામાં આવી અને અવારનવાર થઈ રહેલી ચોરી અટકાવવા માટે પોતે પોતાની કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે તેવું રટણ રટયું.
રેતી ચોરી અટકાવો
રેતી ચોરીના ડમ્પર પકડીને કાર્યવાહી કર્યા બાદ ભાજપાના જાગૃત હોદ્દેદાર વિપુલ દૂધાતે પોતાની કેમેરા સામે વેદના ઠાલવીને કહ્યું કે,અવારનવાર અનેક વખત લાગતા વળગતા ને રજૂઆતો કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને બદનામ કરવાનું આ અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યાં છે.લીલીયા વિસ્તારના જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અને જાગૃત નેતાએ અવારનવાર પોતાના વિસ્તારમાં દારૂનું દુષણ અને રેતી ચોરી અટકાવવા માટેના પત્રો લખ્યા છે પ્રયત્ન કર્યા છે છતાં પણ આ દુષણ અટકતું નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે અધિકારીઓની મનમાની સરકાર બંધ કરાવે છે કે નહી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube