December 26, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

big-announcement-good-news-for-the-citizens-of-the-gujarat-electricity-will-be-cheaper-gandhinagar-news

Gandhinagar News: ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરી ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે.

2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ વસૂલાય છે

ઊર્જા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર -૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે.

ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે

રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧.૧૦.૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે.

100 યુનિટ પર રૂ. 50થી 60ની માસિક બચત થશે

તેમણે ઉમેર્યું કે,ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. ૨.૮૫થી ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબર થી ડીસેમ્બર ૨૦૨૪ દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ ૧૧૨૦ કરોડનો લાભ થશે.વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ ૫૦ થી ૬૦/-ની માસિક બચત થશે તેમ, મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાઠવી શ્રદ્ધાંજલિ

KalTak24 News Team

Maharashtra Election 2024: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે મહારાષ્ટ્રના પ્રવાસે, એક દિવસમાં 4 જનસભાઓ ગજવશે

KalTak24 News Team

પંચમહાલના દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન, 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

KalTak24 News Team
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં