December 19, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

WAVES Summit 2025: વિશ્વની પ્રથમ WAVES સમિટ-2025માં વિદ્યાર્થીઓને સહભાગી થવાની ઉત્તમ તક, કરોડોના રોકડ ઈનામ સહિત મહિન્દ્રા થાર કાર જીતવાની તક

A great-opportunity-for-students-to-participate-in-the-worlds-first-waves-summit-2025
  • સમિટમાં સહભાગી થવા https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરાવાની રહેશે
  • WAVESના આયોજન થકી દેશના મીડિયા- એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઈ જઈ ભારતને આ ક્ષેત્રે ‘કન્ટેન્ટ હબ’ બનાવાશે
  • વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીની રોકડ રકમ, મહિન્દ્રા થાર ગાડી જેવા પુરસ્કાર ઈનામ રૂપે અપાશે

World Audio Visual and Entertainment Summit (WAVES) 2025: કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે તા. ૦૫ થી ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫-WAVESનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ WAVES સમિટ, વિશ્વની પ્રથમ કન્વર્જન્સ ઇવેન્ટ તરીકે સાબિત થશે જે ડિજિટલ, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ દુનિયા સાથે જોડાયેલા ક્રિએટર્સ માટે અર્થવ્યવસ્થામાં રોજગારની તકમાં વધારો કરશે. WAVES સમિટમાં ભારતની સમગ્ર યુનિવર્સિટીઓ, કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરી વિશ્વની પહેલી એવી WAVES સમિટ-૨૦૨૫માં ભાગ લઇ શકશે.

મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગને વધુ વેગ આપવા જાન્યુઆરી ૨૦૧૯માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મુંબઈ ખાતે ભારતીય સિનેમા માટે રાષ્ટ્રીય સંગ્રહાલય (નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને WAVES સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ વૈશ્વિક સ્તરે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ક્રોસ-કલ્ચરલ સમાજમાં વિવિધતા લાવવાની સાથે વૈશ્વિક સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારીની તકો પણ ઉભી કરશે. આ સમિટનો મુખ્ય હેતુ ભારતના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઇ જઈ ભારતની યુવા પેઢીના સોફ્ટ પાવરને વધારી દેશને વૈશ્વિક કોન્ટેન્ટ હબ બનાવી કોન્ટેન્ટનો નિકાસ કરવાનો છે. આ સમિટ દ્વારા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે.

WAVESના મુખ્ય ચાર સ્તંભ છે ૧) બ્રોડકાસ્ટિંગ અને ઈન્ફોટેનમેન્ટ ૨) AVGC/XR ૩) ડિજિટલ અને ૪) ફિલ્મ્સ. આ ચાર સ્તંભ હેઠળ ન્યૂઝ મીડિયા, ટીવી અને રેડિયો, સંગીત, એડવરટાઈઝિંગ, એનીમેશન, ગેમિંગ, કોમીક્સ,ઈ-સ્પોર્ટ્સ, AR/VR/XR, મેટાવર્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ, જનરેટીવ AI, ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ, ફિલ્મ ટેકનોલોજી, પ્રોડક્શન, પોસ્ટ- પ્રોડક્શન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાનાર આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રીએટર્સ કોન્કલેવ, ફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ ચેલેન્જ ગ્રેંડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઈટ પર નોંધણી કરાવી ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ સીઝન-૧માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીના રોકડ પુરસ્કાર, વૈશ્વિક ઉદ્યોગ ઈવેન્ટ્સ માટે સ્પોન્સરશિપ, પ્રસિદ્ધ મ્યુઝિક લેબલ્સ સાથે રેકોર્ડિંગ, ઇન્ક્યુબેશન માટે સપોર્ટ, મહિન્દ્રા થાર ગાડી, પ્રકાશન માટે ડીલ્સ જેવા અન્ય પુરસ્કાર સહિત સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.

પાંચ દિવસીય WAVES સમિટમાં પહેલા ૩ દિવસ એટલે કે ૫, ૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન વ્યવસાય સંબંધિત સેમિનારોનું આયોજન કરવામાં આવશે જયારે તા ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તેમ, PIBની યાદીમાં જણાવાયું છે.

 

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો,બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત

KalTak24 News Team

ધો.12ની પરીક્ષા દરમિયાન આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના,કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ,ગાંધીનગરથી તપાસના આદેશ

KalTak24 News Team

KalTak24 Exclusive: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ટેન્ટ સિટી, ધર્મશાળા હાઉસફૂલ, હોટલો બુક; વડતાલમાં 9 દિવસનું ઘરભાડું રૂપિયા 15000થી લઈને 35000 સુધી પહોંચ્યું

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં