December 20, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી ખિલખિલાટ વાન; ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ”

414-pm-modis-khilkhilat-vans-in-gujarat-provide-free-healthcare-to-over-1-19-crore-beneficiaries-in-12-years-in-gujarat-read-special-story-ambulence-women
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ”
  • રાજ્યમાં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન સેવારત
  • સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે ખિલખિલાટ વાન
  • વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, “જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ કુલ ૧૮.૪૫ લાખ લાભાર્થીઓ લાભ મેળવ્યો
  • વર્ષ ૨૦૧૨ થી અત્યાર સુધીમાં કુલ ૧.૧૯ કરોડથી વધુ લાભાર્થીઓને આપી સેવાઓ

Khilkhilat Yojana in Gujarat: રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબધ્ધ છે. આ ઉમદા હેતુમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે રાજ્ય સરકારનો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) . જેના અંતર્ગત ૪ સપ્ટેમ્બર ૨૦૧૨ થી સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓ માટે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી.વેસ્ટ માંથી બેસ્ટ અને રીયુઝની તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ આજે કરોડો સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના જીવનમાં ખિલખિલાટ લાવી રહી છે.

મહિલાઓને અપાઈ અનેક સેવાઓ

આ યોજના અંતર્ગત જાહેર આરોગ્ય સંસ્થામાં પ્રસુતિ પછી માતા અને નવજાત શિશુને આરોગ્ય સંસ્થાથી ઘરે પરત મુકવાની (ડ્રોપ બેક) મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ રાજ્યના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન માં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન લાભાર્થીઓને નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મોટાભાગના ખિલખિલાટ વાહનો એક કરતા વધુ સુવિધા આપે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૪૧૪ ખિલખિલાટ વાન દ્વારા ૨,૦૦૦ થી વધારે હાઇ વર્ક લોડ આરોગ્ય સંસ્થાના (MCH, DH, SDH, CHC, PHC, UPHC) લાભાર્થીઓને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, પ્રસુતિ પહેલા (ANC) અને પ્રસુતિ પછીની (PNC) તપાસ અને સેવાઓ મેળવવા માટે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ઘરેથી આરોગ્ય સંસ્થા અને આરોગ્ય સંસ્થાથી ઘરે પીક અપ અને ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવે છે.

સગર્ભા માતાઓનું કરાય છે ચેકિંગ

અત્રે નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૨થી અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૯૬,૭૧૮ લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૫૦,૪૩,૧૧૦ સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, ૧૨,૦૩,૬૯૪ ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને ૩૨,૬૬,૩૬૦ નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેકની સેવાઓ અને ૨૩,૭૨,૬૮૯ PNC માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.

ડ્રોપ બેક સેવાઓ

વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, “જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ કુલ ૧૮,૪૫,૯૮૪ નથીલાભાર્થીઓને ખિલખિલાટ વાહનો દ્વારા મફત પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ૯,૭૮,૪૭૭ સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, ૩,૧૦,૨૦૧ ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને ૩,૯૯,૨૫૪ નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેક ની સેવાઓ અને ૧,૫૫,૯૪૮ પોસ્ટનેટલ માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.

414 ખિલખિલાટ વાન

હાલ રાજ્યમાં ૪૧૪ ખિલખિલાટ વાહનો સેવામાં કાર્યરત છે. જે રાજ્યની તમામ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મફત પરિવહન પ્રદાન કરવાથી લાભાર્થીઓ આરોગ્યસંભાળ સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત થાય છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

અમરેલીના 9 યુવા વિદ્યાર્થીઓ 21મીએ એક દિવસ માટે બનશે ગુજરાત ના ‘નાયક’

KalTak24 News Team

ગુજરાતમાં પહેલીવાર 12 માળનું બનશે પોલીસ ભવન,સુરતમાં 36 કરોડના ખર્ચે તૈયાર થશે; ટ્રાફિક, સાયબર અને ઇકોનોમિક સેલ એક જ બિલ્ડિંગમાં હશે

KalTak24 News Team

બોટાદ/ ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો તથા લગભગ 25 લાખ લોકોએ કર્યા દર્શન ..

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં