Surat News: સુરતના મીની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા વિસ્તારમાં વધુ એક સેવાભાવી ટ્રસ્ટ દ્વારા માતા-પિતા-ભાઈ વિહોણીની અને ગરીબ પરિવારની દીકરીઓને રંગેચંગે પરણવાનું બીડું ઝડપ્યું છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની આગેવાની હેઠળ આગામી તારીખ 11 ફેબ્રુઆરીએ 125 દીકરીઓને સાસરે વળાવવામાં આવશે.
વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલ માલવિયાએ જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ સમાજ કલ્યાણ ની કામગીરી કરી રહ્યું છે આગામી ૧૧ ફેબ્રુઆરીના રોજ મોટા વરાછા ખાતેના જગદીશ ફાર્મમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ લગ્નોત્સવમાં 125 દીકરીઓને રંગેચંગે સાસરે વળાવવામાં આવશે.125 દીકરીઓ પૈકી 103 દીકરીઓના માતા-પિતા કે ભાઈ હયાત નથી જ્યારે 22 દીકરીઓના માતા પિતા અને ભાઈની હાજરી છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ મદદે આવ્યું છે અને લગ્ન બાદ પણ ટ્રસ્ટ દીકરીઓની તમામ પ્રકારની મદદ માટે હાથ દબાવતું રહેશે હાલમાં ટ્રસ્ટમાં 880 લોકોની ટીમ કામ કરી રહી છે.
આ વખતે લગ્નોત્સવ રામ મંદિરની થીમ પર યોજવામાં આવી રહ્યો છે.સમૂહ લગ્નોત્સવ બાદ પણ દીકરીની તમામ કાળજી ટ્રસ્ટીએ દ્વારા લેવામાં આવે છે.આ ઉપરાંત માતા-પિતા વિહોણા બાળકોના અભ્યાસ માટે ભણવાની કીટ,સ્કૂલ ફી અને રાશન કીટ પણ પહોંચવામાં આવે છે.
વધુ વાતચીતમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ લગ્ન ઉત્સવમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ આઇપીએસ ડીજી વણઝારા સહિત અન્ય મહાનુભવો હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube